26 C
Ahmedabad
Monday, December 4, 2023

અરવલ્લી : શામળાજી આર્ટસ કોલેજમાં હસ્તકૃત રાખી ફેસ્ટિવલ યોજાયો, વિદ્યાર્થીઓએ બનાવેલ વિવિધ રાખડીઓનું વેચાણ


અરવલ્લી જિલ્લાની વિદ્યાર્થીઓને ભણવાની સાથે સાથે રોજગારીની તકો પૂરી પાડવા શકય એટલા પ્રયત્નો આદરતી આર્ટસ કોલેજ, શામળાજીમાં રાષ્ટ્રિય સેવા યોજના અંતર્ગત પ્રોગ્રામ ઑફિસર ડૉ .જાગૃતિ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડિઝાઇનની ફેન્સી રાખડીઓ જેવી કે ચંદનની રાખડીઓ,નારાછડીમાં બારીક મોતી અને રુદ્રાક્ષ પરોવી બનાવેલ રાખડીઓ, કાર્ટૂન રાખડીઓ, દોરા વગરની બ્રેસ્લેટનુમા તૈયાર કરેલ રાખડીઓ, ભાભી રાખડીઓ, સોના ચાંદીની ચમકવાળી રાખડીઓ વગેરે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી હતી જેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ વેચાણ અર્થે મૂકવામાં આવી હતી જેની અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા મોટા પ્રમાણમાં ખરીદી થતાં કલાકારોને પ્રોત્સાહન મળેલ અને કમાણી પણ થઈ હતી જેથી વિદ્યાર્થીઓમાં સ્વરોજગાર અંગેની જાગૃતિ કેળવાઈ હતી શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ કટારા અને કોલેજના પ્રિન્સિપાલ ડો એ.કે. પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા અને પ્રોત્સાહન પાઠવી સદર પ્રવૃત્તિ કરવા બદલ બિરદાવ્યાં હતા .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!