32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી :13 વર્ષીય સગીરાને યુવકે પીંખી નાખી, મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં બળાત્કારી નરાધમ...

અરવલ્લી :13 વર્ષીય સગીરાને યુવકે પીંખી નાખી, મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં બળાત્કારી નરાધમ સામે ફિટકાર,ઇસરી પોલીસની દોડધામ

0
185

અરવલ્લી જીલ્લાના બાયડના ગ્રામ્ય વિસ્તારમાં 4 વર્ષીય દીકરીને તેના ફુવાએ હવસનો શિકાર બનાવ્યાના ગણતરીના દિવસોમાં મેઘરજ ગ્રામ્ય વિસ્તારમાં 13 વર્ષીય દીકરીનો દેહ નરાધમે ચૂંથી નાખ્યો

સમગ્ર દેશમાં મહિલાઓ,સગીરાઓ અને માસુમ દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સતત બની રહી છે મોબાઈલ યુગમાં યુવકો અને વૃધ્ધો પોર્ન સાઈટ પર બિભસ્ત ફિલ્મો જોઈ દુષ્કર્મની ઘટનાને અંજામ આપતા ખચકાતા નથી અરવલ્લી જીલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની હતી મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 13 વર્ષીય સગીરાને નજીકના ગામના યુવકે ખેતરમાં ખેંચી જઈ દુષ્કર્મ આચરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં નરાધમ યુવક સામે ફિટકાર વરસી હતી ઇસરી પોલીસે દુષ્કર્મી યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા 23 વર્ષીય નરાધમ યુવકે 13 વર્ષીય સગીરાને પ્રેમજાળ માં ફસાવ્યા બાદ રોડ પરથી પસાર થતી સગીરા પાસે બિભસ્ત માંગણી કરતા સગીરાએ ઇન્કાર કરતા નરાધમે સગીરાને રોડ સાઈડ આવેલ ખેતરમાં મોટા ઘાસની વચ્ચે ખેંચી જઈ પીંખી નાખી સગીરાને કોઈ ને કહીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી ફરાર થઇ જતા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ફફડી ઉઠી હતી સગીરાના ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા અને શરીર પર પણ ઈજાઓ પહોંચતા ઘરે પહોંચેલ સગીરાના હાલ જોઈ માતા ચોંકી ઉઠી હતી અને સગીરાને પૂછપરછ કરતા સગીરાએ તેની સાથે થયેલ દુષ્કર્મની વાત કરતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ઇસરી પોલીસને જાણ કરતા ઇસરી પોલીસે બળાત્કારી યુવક સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!