asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

અરવલ્લી : મોડાસા હાઈસ્કૂલમાં NDRF ટીમ અને ફાયર બ્રિગેડની દોડધામથી શહેરીજનોમાં ચિંતા,મોકડ્રિલ હોવાની જાણ થતા હાશકારો


મોડાસા ખાતે ભૂકંપ આપત્તિ અંતર્ગત NDRFની ટિમ દ્વારા મોકડ્રીલ યોજાઇ
મોડાસા કે. એન શાહ હાઈસ્કૂલ ખાતે ભૂકંપ સમયે આપત્તિ વ્યવસ્થાપનનો ડેમો યોજાયો

Advertisement

અરવલ્લીના મોડાસામા કે. એન.શાહ હાઈસ્કૂલ ખાતે NDRFની ટિમ દ્વારા ડીઝાસ્ટર ભૂકંપ સમયે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.અરવલ્લી ડીઝાસ્ટર કંટ્રોલ વિભાગ મોડાસા ખાતે ભૂકંપ અંગેની ઓન સાઇટ મોકડ્રીલ NDRF અને ડિઝાસ્ટર અને ફાયરની ટીમના સહયોગથી યોજાયું હતું. જેમાં ભૂકંપ સંદર્ભે પૂર્વ તૈયારી, ઉપલબ્ધ સાધન સામગ્રી, મેન પાવર અને રીસપોન્સ ટાઇમની ચકાસણી કરી હતી.સમગ્ર મોકડ્રીલનું નિરીક્ષકો દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. મોડાસા હાઈસ્કૂલમાં યોજયેલ મોકડ્રિલથી સમગ્ર વિસ્તારમાં કુતુહુલ સર્જાયું, ચિંતાની લકીરો તણાઈ આખરે મોકડ્રિલ હોવાની જાણ થતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement

મોડાસા શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલમાં શુક્રવારે 11 વાગ્યાના સુમારે ભૂકંપ સમયે ઉભી થતી આપદા સામે કઈ રીતે સુરક્ષિત રહી શકાય અને ભૂકંપમાં ફસાયેલ લોકોને મદદરૂપ થઈ શકાય તે માટે NDRF ટીમ દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી જેમાં એનડીઆરએફની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશનની કામગરી દર્શાવી હતી મોકડ્રીલ દરમિયાન તબીબ અધિકારીઓ, સિવિલ સ્ટાફ, ફાયરકર્મીઓ હાજર રહ્યા.ફાયરબ્રીગેડ દ્વારા દર્દીઓને ગોલ્ડન ટાઇમમાં સારવાર અપાઇ છે કે નહી તેની ચકાસણી કરવામાં આવી હતી.હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા બાકીના દર્દીઓમાં ગભરાટ ફેલાય તે માટે કાઉન્સેલીંગ પણ કરવામાં આવ્યુ હતું. તબક્કે ઉંમરલાયક દર્દીઓ, મહીલાઓ અને બાળકો જેવા વલ્નરેબલ ગૃપને પ્રાથમિકતા આપવાની બાબત ઉજાગર કરી હતી.U/S અજય કે.આર.સિંઘ (DC) અને U/C ઇન્સ્પેકટર સાગર મલ કુલહારી દ્વારા મોકડ્રિલનું નિરક્ષણ કરવામાં આવ્યું હતું

Advertisement

આ મોકડ્રિલમા તમામ લાઇન વિભાગ,પ્રાંત અધિકારી મોડાસા, મામલતદાર મોડાસા,તાલુકા વિકાસ અધિકારી , ફાયર ઓફિસર, ચીફ ઓફિસર, જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આર એન્ડ બી સ્ટેટ વગેરે તમામ સ્થળ ઉપર હજાર રહ્યા હતા.મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!