39 C
Ahmedabad
Saturday, May 18, 2024

પંચમહાલ: શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં એમજીવીએલ તંત્રનો સપાટો, 16 લાખની વીજચોરી ઝડપી પાડવામા આવી


શહેરા,
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વીજચોરીની વ્યાપક બુમોના પગલે એમજીવીસીએલની ટીમો દ્વારા સવારે રેડ કરવામા આવી હતી.જેમા એમજીવીસીએલ દ્વારા વીજચોરી પકડી પાડવામા આવી હતી.જેમા ગેરકાયદેસર રીતે મોટર કનેકશન,સીધા કનેકશન સહીતની ચોરીઓ પકડી પાડવામા આવી હતી.કુલ 26 ટીમો દ્વારા પાડવામા આવેલી રેડમાં 16 લાખની વીજચોરી પકડી પાડવામા આવી હતી.એમજીવીસીએલની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.સાથે જરુરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામા આવી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકામાં વીજચોરીના થતા ગુનાઓને અટકાવવા માટે એમજીવીસીએલ તંત્ર સજાગ બન્યું છે. શહેરા તાલુકાના વીજચોરીની બુમોના પગલે એમજીવીસીએલ તંત્ર એકશન મોડમા આવ્યુ હતુ. જેમા ગ્રામીણ વિસ્તારોમા અલગ અલગ વિભાગમાં 26 જેટલી ટીમો વહેચાઈ જઈને તપાસ હાથ ધરી હતી. જેમા તપાસમા વ્યાપક વીજચોરી અને ગેરરીતી બહાર આવી હતી.શહેરાના શહેરા પરા વિસ્તાર માં ઢાકલીયા, શેખજી ફળિયું બજાર વિસ્તાર,ગ્રામ્ય વિસ્તારના આકડીયા , વચ્છેસર, ખરેડીયા,મીઠાપુર ,નરસાણા, ધારાપુર, બિલિયા દલવાડા અને તાડવા,સહીતના રેડ પાડીને વીજચોરી પકડી પાડવામા આવી હતી.તથા અન્ય ટીમો દ્વારા સુરેલી , ખોજલવાસા, મંગલપુર, ચોપડાખૂર્દ, નાંદરવા,સરાડીયા, ભેસાલ, શેખપુર, નાડા, લાભી, ધાંધલપુર,ભોટવા, જેથરીબોર, ભૂણીદ્રા ગામમાથી વીજચોરીના 61 જેટલા કનેકશન પકડી પાડવામા આવ્યા હતા.આમ એમજીવીસીએલની કુલ 26 ટીમે મળીને 16 લાખની વિજ ચોરી પકડી પાડવામા સફળતા મળી હતી.તેમજ જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. એમજીવીસીએલ તંત્રના રેડના પગલે વીજચોરી કરનારાઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement

ગ્રામીણ વિસ્તારોમાં ખેતીકામમાં વ્યાપક વીજચોરીની બુમો શહેરા તાલુકામા એમજીવીસીએલ દ્વારા રેડ પાડવામા આવતા લાખો રુપિયાની વીજચોરીનો પર્દાફાશ થયો છે. વીજચોરીના વાત કરવામા આવે ખેતીકામમાં વધારે વીજચોરી થાય છે.ખેતીકામમાં પાણી માટે કુવામાથી મોટરોનો ઉપયોગ થાય છે. વીજચોરી કરનારાઓ વીજલાઈન પસાર થાય છે. ત્યાથી સીધી રીતે વાયર જોઈન્ટ કરીને મોટરો ચાલુ કરવામા આવે છે.અને વીજચોરી કરતા હોય છે.કેટલાક મીટરધારકો વીજબીલ બચાવવા ડાયરેક વાયરીંગ જોઈંટ કરતા હોય છે.પાનમ હાઈલેવલ કેનાલમાથી પાણી માટે મોટરો ઉપયોગ કરવામા આવે છે. તેમા પણ ઘણી જગ્યાએ વીજચોરી થતી હોય છે.વીજચોરી અટકાવવા માટે કેબલલાઈન નાખવામા આવે તો મોટા પ્રમાણમાં વીજચોરી અટકી શકે તેમ છે. કારણ કે વીજળી આપણી મહત્વની જરુરિયાત છે.તેના વગર જીવન અશક્ય છે. ત્યારેવીજચોરીના પગલે વીજતંત્રને આર્થિક નુકશાન થાય છે.આ બાબતે વીજતંત્ર વિચાર કરે તે જરુરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!