26 C
Ahmedabad
Saturday, December 9, 2023

પ્રેમમાં પરિવાર છિન્નભિન્ન : પુત્રએ પ્રેમ કર્યો સગીરાના પરિવારજનોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કરતા,પુત્રએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


પ્રેમી યુવકે આત્મહત્યા કરી લેતા સગીરા પ્રેમીએ પણ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે દવાખાને ખસેડાઈ હતી

Advertisement

પ્રેમને આંધળો જ કહ્યો છે અને પ્રેમને અંધની માફક યુવા હૈયાઓ અનુભવતા હોય છે ,કહેવાય છે કે જોડી સ્વર્ગમાં બનતી હોય છે, પરંતુ પ્રેમ લગ્નો પૈકી અનેક નિષ્ફળ જતા હોય છે. તો કેટલાક પ્રેમ પ્રકરણમાં પ્રેમી યુગલ સજોડે આત્મહત્યા કરી લેવાની અનેક ઘટનાઓ સતત બનતી રહે છે પરંતુ અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના મેવાડા ગામમાં એક જ સમાજના યુવક અને સગીરાના પ્રેમ પ્રકરણમાં યુવકનો પરિવાર છિન્નભિન્ન થઇ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,માલપુર તાલુકાના મેવડા ગામના વિશાલ સોમાભાઈ નામના યુવકને ગામમાં રહેતી સમાજની સગીરા સાથે સાથે પ્રેમ થતા બંને પ્રેમમાં અંધ બની ભાગી ગયા હતા સગીરાના પરિવારજનો જાણ થતા યુવકના પિતા સોમાભાઈને માનસિક ત્રાસ આપી અમારી દીકરીને શોધી આપો નહીંતર ગામ છોડી જતા રહો ગામમાં નહીં આવવા દઈએ સહીત તેમની પત્ની અને દીકરાને સતત માનસિક ત્રાસ આપી ઘર સળગાવી દેવાની ધમકી આપતા સોમાભાઈ સગીરાના પરિવારજનોના અસહ્ય બનેલા ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી માલપુર પોલીસે 6 વ્યક્તિઓ સામે દુષ્પ્રેણનો ગુન્હો નોંધ્યો હતો પિતાએ સગીરાના પરિવારજનોના ત્રાસથી આત્મહત્યા કરી લીધો હોવાની જાણ થતા યુવકને આઘાત લાગતા શનિવારે યુવકે મેઘરજના નાથવાસ ગામ નજીક મેવડા ત્રણ રસ્તા પર પતરાવાળી ખુલ્લી હોટલના ખંડમાં આત્મહત્યા કરી લેતા યુવકના પરિવારજનોને જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા પિતા અને પુત્રનું મોત નિપજતા પરિવારજનો હેબતાઈ ગયા હતા અને મૃતક યુવકના પરિવારજનોએ યુવકની હત્યાની આશંકા દર્શાવી હતી માલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી પ્રેમી યુવકે આત્મહત્યા કરતા સગીરા પ્રેમીએ પણ ઝેરી દવા ગટગટાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

Advertisement

માલપુર પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી મૃતક યુવકના પરિવારજનો અને સગા-સબંધીઓ માલપુર પોલીસ સ્ટેશન પહોંચી સગીરાના પરિવારજનોને ઝડપી પાડવાની માંગ કરી હતી માલપુર પોલીસે શારદાબેન સોમાભાઈની એડીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

પ્રેમી યુવકના પિતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર સગીરાના પરિવારજનો સામે દુષપ્રેરણનો ગુન્હો નોંધાયો વાંચો આરોપી
1)સુરેશ રેવા પરમાર
2)મગન રેવા પરમાર
3) રેવા કોહ્યા પરમાર
4)પિયુષ મગન પરમાર
5) બ્રિજેશ સુરેશ પરમાર
6)કંકુબેન કોહ્યાભાઈ પરમાર (તમામ રહે,મેવડા-માલપુર,જી-અરવલ્લી)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!