32.4 C
Gujarat
Friday, August 7, 2026
Home ગુજરાત અરવલ્લી : “આપણું મોડાસા” પરિવાર અને જાયન્ટ્સ મોડાસા દ્વારા બહેરા મૂંગા શાળાના...

અરવલ્લી : “આપણું મોડાસા” પરિવાર અને જાયન્ટ્સ મોડાસા દ્વારા બહેરા મૂંગા શાળાના બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

0
283

 

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં સોશ્યલ મીડિયા થકી સેવાકીય પ્રવૃત્તિ કરતા “આપણું મોડાસા” પરિવાર તેમજ સેવાકીય કાર્યો કરતી મોડાસા જાયન્ટ્સ સંસ્થા દ્વારા શહેરની શ્રી વા.હિ.ગાંધી બહેરા મુંગા શાળાના મુકબધીર બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી

ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો કેટલાક દૂર ઉપયોગ કરતા હોય છે અને તેના પર પાબંધી લગાવવાની અનેકવાર બૂમો ઉઠી છે મોડાસા શહેરમાં સોશ્યલ મીડિયાના ફેસબુક અને વોટ્સઅપ જેવા માધ્યમ થકી આપણું મોડાસા પરિવાર નામના સોશ્યલ ગ્રુપ દ્વારા શહેરમાં તહેવારો ની માં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી રવિવારે મોડાસાની શ્રી વા.હિ.ગાંધી બહેરા મુંગા શાળાના બાળકો સાથે કરવામાં આવી હતી. જેમાં બાળકોને રાખી બાંધીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં આપણું મોડાસા પરિવારના સભ્યો, જાયન્ટ્સ અને જાયન્ટ્સ સહેલીના સદસ્યો અને લાયન્સ ક્લબ સોસાયટીના ટ્રસ્ટીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!