33 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં PMJY યોજના ચાલુ કરવા શહેરના જાગૃત નાગરિકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું


અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલી સાર્વજનિક હોસ્પિટલ જીલ્લા સહીત આજુબાજુના જીલ્લાના ગરીબ અને જરુરીયાત મંદ દર્દીઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે આશીર્વાદ રૂપ છે
સાર્વજનિક હોસ્પિટલ પી એમ જે વાય યોજના સાથે અન્ય સુવિધાઓ પણ જરૂરિયાતમંદ દર્દીઓ માટે ચાલુ કરવા સામાજિક કાર્યકરો દ્વારા સરકારમાં રજૂઆત કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

Advertisement

અરવલ્લી જિલ્લા ના વડા મથક મોડાસા ખાતે આવેલ વર્ષોથી ગરીબ દર્દીઓની સેવા કરતી સાર્વજનિક સંસ્થા જેમા ગરીબ દર્દીઓ ને સીટી સ્કેન સોનોગ્રાફી ફેકો મશીન જેવા મેડિકલ અન્ય ઉપકરણો ના હોવાના કારણે દર્દીઓને ના છૂટકે મોંઘી અને પ્રાઇવેટ જગ્યાઓમાં જવું પડતું હોય છે જ્યારે પીએમ જેવાય યોજના સંપૂર્ણ રીતે લાગુ થાય અને ખરા અર્થમાં ગરીબ દર્દીઓને લાભ મળે તે માટે સામાજિક કાર્યકરો દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટર મારફતે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં સામાજિક કાર્યકર જયેન્દ્ર શેઠ,નિલેશ જોષી, નવનીત પરીખ જયેશ શેઠ સહીતના સામાજિક કાર્યકરો જોડાયા હતા કલેક્ટરને તાત્કાલિક ધોરણે સાર્વજનિક હોસ્પિટલમાં પીએમજેવાય યોજના શરૂ કરવામાં આવે અને આવેદનપત્ર રૂપી લોક માંગણી સરકાર સુધી પહોંચાડવા આવેની માંગ કરી હતી પીએમજેવાય યોજના લાગુ કરવામાં આવે તો ગરીબ દર્દીઓને મોંઘીદાટ દવાઓ અને અન્ય ખર્ચ કરવાની જરૂર ન રહે તેમ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!