અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ચોરીના ગુન્હાના ભેદ ઝડપથી ઉકેલી રહી છે મોડાસા શહેરના બાયપાસ રોડ નજીક આવેલ ગોડાઉનની ખુલ્લી જગ્યા માંથી લોંખડની થાંભલીઓ ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા મોડાસા શહેરમાંથી મોબાઈલ ચોરી કરનાર મેઘરજના યુવકને મેઘરજ નગર માંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારો સક્રિય કરી ચોરીના ગુન્હાના ભેદ ઉકેલવા સતત દોડી રહી છે મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલ શ્રી મહેતા સેલ્સ એજન્સીમાંથી લોંખડના ગ્રીલની ચોરી કરનાર 1)સુરેશ લીંબાજી બોદર અને 2)પ્રકાશનાથ અજુનાથ મદારીને (બંને,રહે. સર્વોદય નગર)ને દવાખાના પાસેથી ઝડપી પાડી ચોરી કરેલ લોંખડના થાંભલા અને લોંખડની ચીજવસ્તુ મળી રૂ.13800/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપનીએ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અન્ય એક મોડાસા શહેરમાથી થયેલ 14 હજારના મોબાઈલની ચોરી કરનાર મેઘરજની પોસ્ટ ઓફિસ સામે રહેતા જીસાન ઇશાક ભાયલાને ગ્રીન પાર્ક ચોકડી નજીકથી ઝડપી પાડી મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો