39 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : મેઘરજના છીકારી થી પંડુલી જતા રોડ પર બે બાઈક સામસામે...

અરવલ્લી : મેઘરજના છીકારી થી પંડુલી જતા રોડ પર બે બાઈક સામસામે ભટકતા બે યુવકના મોત 

0
121

મેઘરજ તાલુકાના છીકારી ગામે ગઈ કાલે સાંજના 6:30 કલાકે બે બાઈક છીકારી પંડુલી રસ્તા પર પૂર ઝડપે બાઈક હંકારતા સામ સામે ટકરાતા ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં સામે થી પૂર ઝડપી ચલાવનાર યુવક ની બાઈક સામે ની બાઈક સાથે ટકરાતા ઘટના સ્થળે જ પટકાતા એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો બીજી બાજુ બીજી બાઈક ચાલકને ગંભીર ઇજા પોંહચતા 108 મારફતે મેઘરજ આરોગ્ય કેન્દ્ર લઇ જવાયો હતો

ઘટના સ્થળે મોત નીપજ્યા બાદ તાત્કાલિક ધોરણે ઇસરી પોલિસને જાણ કરતા પોલિસ ઘટના સ્થળે પોહચી લાશને પી એમ માટે ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ હતી તો બીજી બાજુ મેઘરજ ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયેલ યુવકનું પણ મેઘરજ ખાતે મોત નીપજ્યું હતું આમ બન્યે બાઈક ચાલકો ના મોત નીપજતા ઇસરી પોલીસે અકસ્માત નો ગુન્હો દાખલ કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!