અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મીઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા દિવસ-રાત અને તહેવારોમાં પણ પરિવારજનોથી દૂર રહી ખડેપગે ફરજ બજાવી રહ્યા છે પોલીસ પોતાના વતનથી દૂર ફરજ પરના ભાગરૂપે જવાબદારી અદા કરતા હોય છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ મોડાસાની બહેનો એ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી મોં મીઠું કરાવતા અનેક પોલીસકર્મીઓ ગદગદિત બન્યા હતા
મોડાસા લાયન્સ ક્લબ દ્વારા અરવલ્લી જીલ્લા પોલીસ સાથે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી હતી લાયન્સ ક્લબ ઓફ મોડાસા ની બહેનોએ જીલ્લા નાયબ પોલીસ અધિકારી કે.જે.ચૌધરી અને અન્ય પોલીસ અધિકારી સહીત પોલીસકર્મીઓને મોં મીઠું કરાવી રાખડી બાંધી તેમના દીર્ધાયુ અને રક્ષા માટે પ્રાર્થના કરી હતી પોલીસ અધિકારીઓ અને કર્મીઓને બહેનોએ રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા રક્ષાબંધન ની ઉજવણીમાં DYSP કે.જે.ચૌધરી, લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ પ્રવીણ ચૌહાણ, મંત્રી અરવિંદ પ્રણામી અને બહેનો ઉપસ્થિત રહી હતી