અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પોક્સો એક્ટ હેઠળ ગુન્હો કરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાંથી રોડનું કામકાજ કરનાર દાહોદનો શ્રમિક યુવક સગીરાનું અપહરણ કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી ભિલોડા પોલીસે અપહત્ય સગીરાનો છુટકારો કરાવ્યા પછી અપહરણ કરનાર યુવકને લુણાવાડા બસ સ્ટેન્ડમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ભિલોડાના ગ્રામ્ય વિસ્તારમાંથી દાહોદ જીલ્લાના પીપળાપાણી ગામનો રોડનું કામકાજ કરતો અક્ષય ભાથું ભુરીયા નામનો યુવક એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાતા ભીલોડા પોલીસે અપહરણ કર્તા આરોપી યુવકને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી યુવકના વતનમાં ધામા નાખ્યા હતા ત્યારે આરોપી યુવક લુણાવાડા જતી એસટી બસમાં હોવાનો અને લુણાવાડા બસ સ્ટેન્ડમાં ઉતારવાનો હોવાની બાતમી મળતા ભિલોડા પોલીસ તાબડતોડ લુણાવાડા બસ સ્ટેન્ડમાં પહોંચી વોચ ગોઠવી બાતમી આધારિત બસમાંથી બિન્દાસ્ત ઉતરતા આરોપી અક્ષય ભાથું ભુરીયાને દબોચી લેતા મોતિયા મરી ગયા હતા ભિલોડા પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ત્રણ મહિના અગાઉ નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો