asd
33 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લી : ત્રણ લબરમૂછિયા 13 નકલી નોટો સાથે માલપુર ચાર રસ્તા પર ઉભા હતા પોલીસે ત્રાટકી બે દબોચી લીધા, એક ફરાર


 

Advertisement

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ વિદેશી દારૂ,માદક દ્રવ્યો સહીત અનેક ગેરકાયદેસર
ચીજવસ્તુઓની વાહનોમાં થતી હેરાફેરીની ઘટનાઓને જીલ્લા પોલીસતંત્ર નિષ્ફ્ળ બનાવી રહ્યું છે માલપુર પોલીસે ચાર રસ્તા પરથી રૂ.100 અને 10 ની નકલી નોટ સાથે ત્રણ મહીસાગરના યુવકો ઉભા હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર પહોંચતા ત્રણે યુવકો ભાગવા લાગતા બે યુવકોને ઝડપી લીધા હતા એક યુવક ફરાર થઇ જતા પોલીસે બંને યુવક પાસેથી 13 નકલી નોટ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

માલપુર પોલીસને નગરના ચાર રસ્તા પર ત્રણ યુવકો રૂ.100 અને રૂ.10ની નકલી નોટો સાથે બજારમાં ખરીદી કરવા કે પછી હેરફેર કરવાની વેતરણમાં ઉભા હોવાની બાતમી મળતા પોલીસ ચોંકી ઉઠી હતી અને ચાર રસ્તા પર ત્રાટકી 1)જનકસિંહ રણજીતસિંહ ઠાકોર (રહે,લીંબરવાડા,વીરપુર-મહીસાગર) અને ઈશ્વર પર્વત બારીયા (રહે,સરદારપુરા,વીરપુર-મહીસાગર) ને ઝડપી પાડી તેમની તલાસી લેતા રૂ.100 અને 10 ની દરની તેર નોટ કબ્જે કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા પોલીસ રેડ જોઈ ફરાર સમર્થ પટેલ (રહે,કોયડમ, વીરપુર-મહીસાગર) સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા માલપુર નગરમાં નકલી નોટો વટાવવા ત્રણ યુવકો ઝડપાતા વેપારી આલમમાં ખળભળાટ મચ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!