ધારાસભ્ય ધવલસિંહ ઝાલાથી ભાજપના કાર્યકારાતો નારાજ હોવાથી માફી માંગવાની પણ ટકોર કરી
કોંગ્રેસના 10 જેટલા આગેવાનો અને 100 જેટલા કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો
આમ આદમી પાર્ટીના અને અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડનાર તાલુકા પંચાયત સદસ્ય રાહુલ સોલંકીએ ભાજપનો ખેસ પહેર્યો
ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર હોલમાં તાલુકા ભાજપ કાર્યાલયના લોકર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ભરતી મેળો બની રહ્યો હોય તેમ કોંગ્રેસના દસથી વધુ આગેવાનો અને 100 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસનો પંજો છોડી કમળનો હાથ પકડ્યો હતો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને સીઆર પાટીલે ટકોર કરતા જણાવ્યું હતું કે હવે અરવલલ્લીના લોકો, બાયડના લોકો તમારી પાસે અપેક્ષા કરે છે કે હવે ગુંદર લગાવી લો, આમતેમ જતાં નહીં અને અમારા કોઈ કાર્યકર્તાને હેરાન કરતા નહીં અને કેટલાક કાર્યકરો તમારાથી નારાજ હોવાથી માફી માંગવા પણ કહ્યું હતું બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા લોકસભાની ટિકિટ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંમેલન યોજવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મોડાસાના સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા ત્રણસો જેટલા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવી આવકાર્યા હતા…. મોડાસા તાલુકો, બાયડ તાલુકો તેમજ ધનસુરા તાલુકામાંથી મળી ત્રણસો જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા,, તો ગત વિધાનસભામાં આપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષમાંથી ચૂંટણી લડેલા પૂર્વ આપના નેતા રાહુલ સોલંકી પણ ભાજપમાં જોડાયા હતા… પ્રદેશ પ્રમુખે મોડાસા, માલપુર તેમજ ધનસુરા તાલુકા કક્ષાના કાર્યાલયનું પણ લોકાર્પણ કર્યું હતું,,,, આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પાંચ લાખથી વધારે મતથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.