20 C
Ahmedabad
Friday, December 1, 2023

અરવલ્લી : બે પત્ની હોવા છતાં એક યુવતીનો ચોરી છુપીથી નગ્ન વિડીયો બનાવી મેઘરજના વેપારીએ હવસનો શિકાર બનાવી તરછોડી દીધી


મેઘરજના હવસખોર વેપારીને મદદ કરનાર તેના બે ભાગીદાર સામે પણ ગુન્હો નોંધાતા ત્રણે આરોપી ભૂગર્ભમાં

Advertisement

અરવલ્લી જીલ્લામાં મહિલાઓ,યુવતીઓ અને સગીરાઓ પર અત્યાચારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મેઘરજમાં રહેતી એક પરણિત યુવતીનો માર્બલના વેપારીએ ચોરી છુપીથી કપડાં બદલાતો વિડીયો ઉતારી ફોટા પાડી બ્લેક મેઈલ કરી તેની સાથે શારીરિક સબંધ બાંધવા મજબુર કરી ફુલહાર કરી મોડાસા શહેરમાં મકાનમાં ગાંધી રાખી બે વાર ગર્ભવતી બનાવી બળજબરીથી ગર્ભપાતની ગોળી પીવડાવી ગર્ભ પડાવી નાખી તરછોડી દેતા યુવતીએ માર્બલના વેપારી અને તેના બે ભાગીદાર સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરણિત યુવતીએ માર્બલના વેપારીને બે પત્ની હોવાનો દાવો કર્યો છે.

Advertisement

Advertisement

રાજસ્થાનના અને મેઘરજમાં ધંધા રોજગાર અર્થે રહેતા વેપારીના પરિવારના ઘરનું કામકાજ ચાલતું હોવાથી માર્બલની જરૂરિયાત ઉભી થતા મેઘરજમાં બાલાજી માર્બલના વેપારી જયરામ જગદીશ ગુર્જર (રહે,સત્યમ એપાર્ટમેન્ટ, મોડાસા)નો માપ માટે બોલાવ્યો હતો ત્યારબાદ જયરામ ગુર્જર વારંવાર તેમના ઘરે જતો હતો અને વેપારીની પરણિત દીકરી પર નજર બગાડી હતી ઘરમાં યુવતી કપડાં બદલતી હતી ત્યારે ચોરી છૂપેથી તેનો વિડીયો ઉતારી લીધા બાદ યુવતીને વિડીયો અને ફોટા બતાવી વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે સબંધ રાખવા મજબુર કરી હતી યુવતી રાજસ્થાન તેના પરિવાર સાથે જતા જયરામ ગુર્જર અને તેના ભાગીદાર રાકેશ બંસીલાલ પારેખ (રહે,રામનગર સોસાયટી,મેઘરજ) અને રજનીશ પ્રભુદાસ પટેલ (રહે,વૃંદાવન સોસાયટી-મેઘરજ) ત્યાં પહોંચી યુવતી સાથે જયરામ ગુર્જરના ફુલહાર કરતા ફોટો પાડી લીધા પછી યુવતીને સહી માટે મોડાસા ગાડીમાં લઇ આવી એક સોસાયટીમાં ગાંધી રાખી જયરામ લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શારીરિક સબંધ બાંધતા યુવતી બે વાર ગર્ભવતી થતા ગોળી આપી ગર્ભ પડાવી નાખ્યો હતો યુવતીએ વેપારીના વતન માં જવાની જીદ પકડાતા વેપારી તેના ઘરે લઇ જતા તેને બે પત્ની હોવાની જાણ યુવતીને થતા આંખો પહોળી થઇ ગઈ હતી

Advertisement

જયરામ ગુર્જરે યુવતીને તરછોડી દેતા યુવતીનો પરિવારજનોએ પણ ત્યાગ કરતા યુવતી સાથે વેપારી અને તેના બે મિત્રોએ છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થતા મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 1)જયરામ જગદીશ ગુર્જર (રહે,સત્યમ એપાર્ટમેન્ટ, મોડાસા), 2)રાકેશ બંસીલાલ પારેખ (રહે,રામનગર સોસાયટી,મેઘરજ) અને 3) રજનીશ પ્રભુદાસ પટેલ (રહે,વૃંદાવન સોસાયટી-મેઘરજ) સામે ઇપીકો કલમ-376(2) N, 313,323,342,354 (સી),506 (2) અને 114 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!