38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અમદાવાદ સોલા મેડિકલ કોલેજ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ઓડીયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી...

અમદાવાદ સોલા મેડિકલ કોલેજ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ઓડીયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ

0
247

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓડિયોલોજી સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ તથા દર્દીઓના સગા માટે આહાર ગૃહ નું લોકાર્પણ કર્યું હતું.

ઓડિયોલોજી કોલેજ માં હાલ 20 વિદ્યાર્થીઓથી સ્નાતક નો અભ્યાસ શરૂ કરવામાં આવશે, જેમાં સાંભળવાની તકલીફને લગતા વિવિધ વિષયો ભણાવવામાં આવશે. આ સાથે જ આહાર ગૃહમાં રોજ 1000 થી વધુ દર્દીનાં સગાઓ જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ ઊભા કરાયેલા ડોમમાં સ્વાદિષ્ટ ભોજન દરરોજ પીરસવામાં આવશે…

કેન્દ્રીય ગૃહમંત્રી એ તકતીઓના અનાવરણ બાદ ઉપસ્થિત ડોકટરોને રૂબરૂ મળીને સંવાદ કર્યો હતો તેમજ તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!