38 C
Ahmedabad
Friday, May 17, 2024

બાયડના ડેમાઇમાં ચોરીને લઇને પોલિસ સ્તબ્ધ, LCB ને તપાસ સોંપાતા સ્થાનિક પોલિસની કામગીરી પર સવાલો !, જુઓ CCTV


અરવલ્લી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ છાશવારે બને છે પણ જે-તે વિસ્તારમાં સ્થાનિક પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. બાયડમાં જ્વેલરી શોપમાં તસ્કરો ત્રાટક્યા અને અડધા કરોડ જેટલી મત્તાની ચોરી કરીને પલાયન થઇ ગયા, ત્યાં સુધી સ્થાનિક પોલિસને જરાય ખ્યાલ ન આવ્યો. હવે આ સમગ્ર ઘટનાને લઇને અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ તેજ થયો છે. સમગ્ર ઘટનાને લઇને અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડેમાઈ ખાતેની જવેલર્સની શોપની મુલાકાત લેવામાં આવી હતી.

Advertisement

નડિયાદ સ્ટેટ હાઈવે પર બાયડન નજીક ડેમાઈમાં એક જ્વેલરી શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 700 ગ્રામ સોનું, 17 કિ.લો ચાંદીના દાગીનાની ચોરી થયાનો દાવો કર્યો હતો. આ સાથે જ તસ્કરો અંદર પ્રવેશી રૂપિયા 90 હજાર રોકડ પણ લઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઇને ચોરીની ઘટના બાદ સ્થળ તપાસ હાથ ધરી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ અધિકારી સી.પી વાઘેલાએ જણાવ્યું છે.

Advertisement

થોડા સમય પહેલા મોડાસાના માલપુર બાયપાસ રોડ પર બંધ મકાનમાં ચોરીની ઘટનાન ઘટી હતી, ત્યારે બીજી સૌથી મોટી ઘટના બાયડના ડેમાઇમાં બનતા હવે પોલિસ ઊંઘમાંથી જાગી છે. આ પહેલા શિયાળાના સમયમાં મોડાસા તાલુકાના ટિંટોઇમાં તસ્કરોએ 25 થી વધારે મકાનોમાં તબક્કાવાર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, તે તસ્કરો પણ હજુ પોલિસ પકડથી દૂર છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં હવે તસ્કર રાજ સ્થાપિત થયું હોય તેવું લાગી રહ્યું છે. બાયડના ડેમાઇમાં થયેલ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જુઓ CCTV

Advertisement

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!