કેમિકલયુક્ત પાણી પીવાથી બે બકરાનું મોતઃનદી કિનારે ચરવા માટે આવતાં બીજા ઢોરઢાંખર માટે પણ જોખમ ઉભું થયું છે
ધનસુરા તાલુકાના જામઠા ગામની પાદરે બોની નદી આવેલી છે, તે નદીમાં ચોમાસાની સીઝનમાં જામઠા ગામ સહીતના ગ્રામજનો પોતાના પશુપાલન, ઘેટાં, બકરાં, ગાયો, ભેંસો ચરાવવા માટે ત્યાં જાય છે, નદીમાં માછલાંનો પણ ઉછેર થયેલ છે.
કોઈ અજાણ્યા વ્યક્તિએ તે નદીમાં એક અઠવાડિયા અગાઉ કોથળીમાં પેક કરીને કેમિકલ આવીને નાખી ગયેલ છે, તે કેમિકલ ધીરે-ધીરે કોથળી લિક થતા આખી નદીમાં કેમિકલ પથરાઈ જવા પામ્યું છે. બે દિવસ પહેલા લક્ષમણભાઇ ભરવાડના બે બકરાં મૃત્યુ પામ્યા હતા.
, તેમના બકરાને કેમિકલયુક્ત પાણી પીવામાં આવી ગયું તો થોડીક ક્ષણોમાં તેમના બે બકરા મૃત્યુ પામ્યા….!!!
નદીની અંદર નાના-મોટા ઘણા માછલાં પણ મૃત્યુ પામ્યા છે….!!!!
બીજા માછલાં આવેલા છે તે માછલાં પણ તરફડી રહ્યાં છે,
એક ભેંસ પણ બેભાન હાલતમાં ચક્કર ખાઈને જીવી રહી છે, ત્યારે તેમને ખબર પડતા નદીમાં તપાસ કરી તો કોઈકે કેમિકલ છોડ્યું હોય તેવું તેમને લાગ્યું તો તેમને ગ્રામજનો ને વાત કરી તો ગ્રામજનોમાં ગભરામણનો માહોલ સર્જાયો છે.
ત્યારે ગ્રામજનો ટોળે-ટોળા જોવા માટે નદીમાં ઉમટી પડ્યા હતા , ગ્રામજનોનું કહેવું થાય છે કે બે બકરાં મરી ગયા કાલે ગાયો, ભેંસો, માણસો મરી જશે તો આના માટે જવાબદાર કોણ,…???
એક જાગૃત યુવાને તાલુકાના તંત્રમાં ફોન કરીને વાત કરી તો તાલુકામાંથી જણાવ્યું કે તમારી ગ્રામ પંચાયતમાં આવતા અધિકારીને જણાવો….!!!
આની કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ છે