સાળંગપુરમાં બનેલી કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચીતો વિવાદમાં આવ્યા છે. મંદિરમાં પ્રતિમાની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં હનુમાનજી સ્વામીને હાથ જોડીને પ્રણામ કરતા હોમ એમ દર્શાવવામાં આવ્યા છે. જેને લઈને હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો તથા સંત સમાજના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે અને આ ભીંતચિત્રો હટાવવાની માગણી કરી છે.
સાળંગપુરમાં હનુમાનજી મંદિર ખાતે મુખ્ય પ્રવેશદ્વાર પછી 54 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે. આ પ્રતિમાની ફરતે વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારાઈ છે. જેમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કારની મુદ્રામાં ઊભેલા દર્શાવાયા છે. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ વિવાદ ઉઠ્યો છે.
બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા અયોગ્ય અને ઘટનાને નિંદનીય ગણાવી. તેમણે કહ્યું, આ પ્રકારની જે મૂર્તિઓ છે તે હટાવી લેવી જોઈએ. તેમણે માંગ કરી કે, ભગવાન રામના અનુયાયી છે હનુમાનજી તો એવા પ્રકારની મૂર્તિ મૂકવી જોઈએ.