અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં રક્ષાબંધન પર્વની ભવ્યાતિભવ્ય પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.નારિયેળી પૂનમ નિમિતે ભગવાન શામળિયાએ શોળે શણગાર સજ્યા હતા રક્ષાબંધન પર્વને આધારિત ખાસ કારીગરો દ્વારા ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા ભગવાન ને કવચ ,કુંડલ,અને સોના ની વનમાળા સહિતના સુવર્ણ આભૂષણો નો શણગાર કરવામાં આવ્યો હતો
યાત્રાધામ શામળાજી ખાતે આજે ભાઈ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શામળિયાને મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત સોનાની રાખડી અર્પણ કરાઈ ,ભક્તો એ પણ ભગવાનને “રક્ષા કરજે શામળિયા ” ના હૃદયના ભાવ સાથે રાખડી અર્પણ કરીને આજે દર્શનનો લાભ લીધો હતો ભગવાન શામળિયા જગત ના ભાઈ છે એવા ભાવ સાથે ભક્તો એ રાખડી અર્પણ કરી અને સમગ્ર જગતનું કલ્યાણ કરનાર એવા ભગવાન શામળિયાને પ્રાર્થના કરી આજે રક્ષાબંધન પર્વ ને લઈ ભગવાન ને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો આજના પર્વને આધારિત ખાસ કારીગરો દ્વારા ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.ભગવાન ને કવચ ,કુંડલ,અને સોના ની વનમાળા સહિતના સુવર્ણ આભૂષણો નો શણગાર કરવામાં આવ્યો હતો આજે રક્ષાબંધન નિમિતે તમામ મનોકામના પૂર્ણ થાય તેવા ભાવથી મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી લાંબી કતારો માં ઉભા રહીને ભગવાન નાં સન્મુખ દર્શનનો લાભ લીધો હતો દૂર – દૂરથી ભક્તો ભગવાન શામળિયા ના દર્શન નો લાભ લીધો હતો મંદિર પરિસર તથા બજાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.