શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનાં ઉંમરપુર ગામના વતની અને હાલમા મહેસાણા ખાતે આવેલી સરદાર વિધ્યાભવન ટ્રસ્ટ સંચાલિત અવનિ સીડ્સ કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજયુકેશન કોલેજ મહેસાણામાં આચાર્ય તરીકે સેવા આપતા પ્રોફેસર ડો. સુરેશસિંહ આર પરમારની મેજર રિસર્ચ પ્રોજેક્ટમા રાષ્ટ્રિય સ્તરે પસંદગી થઈ છે.જેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા તેમનુ ભવ્ય સન્માન કરવામા આવ્યુ હતુ. ઉમરપુર ખાતે તેમના નિવાસ સ્થાન ખાતે તેમનુ સન્માન કરવામા આવ્યુ હતુ.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામના વતની સુરેશસિંહ પરમાર હાલમા મહેસાણા ખાતે એક એજ્યુકેશન કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. સંશોધનમાં શિક્ષણ અને શીખવાની પ્રક્રિયામાં સંપાદન જ્ઞાનથી વિદ્યાર્થી તેમની સમજ અને વિકાસમાં સક્રિયપણે કેળવી શકશે. શિક્ષણનો ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે. તેમના 16 પુસ્તકો અને 18 સંશોધનપત્રો રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકાશિત થયેલા છે. ગણિત અને આંકડાશાસ્ત્રમાં તેમજ સંશોધનને સરળ બનાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે તેમજ નામાંકિત યુનિવર્સિટીઓમાં સંશોધનને લગતા પ્રવચનો અને માર્ગદર્શન આપે છે. ભારતભરમાથી રાષ્ટ્રીય સ્તરે મેજર રિસર્ચ પ્રોજેકટ માટે પસંદગી થવા બદલ ક્ષત્રિય સમાજ દ્વારા પ્રોફેસર ડો. સુરેશસિંહ આર. પરમારને તેમની સંશોધનની આગવી પ્રતિભા અભિનદન પાઠવ્યા હતા અને ઉંમરપુર ગામના નામને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શહેરા તાલુકાના ઉમરપુર ખાતે આવેલા તેમના વતન ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા તેમનુ સન્માન કરવામા આવ્યુ હતુ. સમાજના અગ્રણીઓ દ્વારા તેમને પાઘડી પહેરાવીને તલવારની ભેટ આપીને ફુલહાર પહેરાવીને સન્માન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ,યુવાનો.મહિલાઓ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા
શહેરા: મેજર રિસર્ચ પ્રોજેક્ટમા રાષ્ટ્રિય સ્તરે પસંદગી થતા ડો.સુરેશસિંહ પરમારનું ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરાયુ
Advertisement
Advertisement