અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્યમાર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે નેત્રમ કેમેરા પ્રોજેક્ટ રૂમમાં પોલીસકર્મીઓ લાઈવ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે મોડાસા શહેરમાંથી ચોરી થયેલ સાયકલ સાથે પસર થતા બે બાળકો જૂની આરટીઓ કચેરી રોડ પર નેત્રમના કેમેરામાં જોવા મળતા ટાઉન પોલીસને નેત્રમ શાખાએ જાણ કરતા ટાઉન પોલીસ સ્થળ પર પહોંચતા બિનવારસી હાલતમાં જૂની આરટીઓ કચેરી નજીકથી મળી આવતા સાયકલ માલિકને સુપ્રત કરી હતી
અરવલ્લી જીલ્લા પોલીસ ભવનમાં નેત્રમ શાખાના કમાન્ડ અને કંટ્રોલ રૂમમાં શહેરના માર્ગ પર લગાવેલ નેત્રમ સીસીટીવી કેમેરાનું લાઇવ મોનીટરીંગ કરવામાં આવે છે પોલીસકર્મીઓના લાઇવ મોનીટરીંગ દરમિયાન ડીપ વિસ્તારમાં સાયકલ પર પસાર થતા બે બાળકો શંકાસ્પદ જણાતા પોલીસે સતત બંને બાળક પર નજર રાખતા સાયકલ પર બંને બાળકો ચાર રસ્તા થઇ જૂની આરટીઓ કચેરી રોડ પરથી પસાર થતા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસે જૂની આરટીઓ રોડ પર તપાસ માટે પહોંચતા બાળકોને જાણે પોલીસ આવી રહી હોવાની ભણક આવી ગઈ હોય તેમ જૂની આરટીઓ રોડ પર સાયકલ નાંખી ફરાર થઇ જતા બિનવારસી હાલતમાં સાયકલ પોલીસને મળી આવતા સાયકલના માલિક ને સાયકલ પરત અપાવતા માલિકે નેત્રમ શાખા અને ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો