અરવલ્લી જીલ્લા પંચાયત,6 તાલુકા પંચાયત અને મોડાસા તેમજ બાયડ નગરપાલિકામાં પ્રમુખની સમય મર્યાદા પૂર્ણ થઇ રહી છે ત્યારે નવા પ્રમુખની વરણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએથી ત્રણ નિરીક્ષકની નિમણુંક કરવામાં આવી છે અરવલ્લી જીલ્લા કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથધરવામાં આવી છે જેમાં વિરમગામ પૂર્વ ધારાસભ્ય તેજસ્વીનીબેન પટેલ,મહેસાણા પૂર્વ સંગઠન પ્રમુખ નીતિનભાઈ પટેલ અને સુરેન્દ્રનગર પૂર્વ સંગઠન પ્રભારી ભરતભાઈ આર્યની નિયુક્તિ કરવામાં આવી છે આ સેન્સ પ્રક્રિયામાં પ્રમુખ રાજેન્દ્ર પટેલ,ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા અને સંગઠનના હોદેદ્દારો ઉપસ્થિત રહ્યા હતા
અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર, જીલ્લા કમલમ ખાતે બે દિવસ સુધી પ્રદેશના ત્રણ નિરીક્ષકોની હાજરીમાં જીલ્લા પંચાયત,6 તાલુકા પંચાયત અને બે નગરપાલિકા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથધરવામાં આવી છે જિલ્લાના સદસ્યો તેમજ કાર્યકર્તાઓને સાંભળી યોગ્ય ઉમેદવારની પસંદગી હાથ ધરવામાં આવી રહી છે
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીના અધ્યક્ષ અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે પ્રદેશ દ્વારા ત્રણ નામની નિયુક્તિ કરવામાં આવી છે ત્રણે નિરીક્ષકો અરવલ્લી જીલ્લા કમલમ કાર્યાલયમાં બે દિવસ દરમિયાન જીલ્લા,તાલુકા અને નગર પંચાયતના તમામ સદસ્યોને એક પછી એક સાંભળવામાં આવશે.ત્યારબાદ સંગઠનના કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે જે બાદ સંકલનની બેઠક બોલાવી સમગ્ર જિલ્લાનું આંકલન કરી રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ સોંપવામાં આવશે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટ બોર્ડ મળશે અને તે બોર્ડમાં એક પછી એક દાવેદારોના નામોની ચર્ચા વિચારણા કરી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ પદ્ધતિથી જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને અને નગરપાલિકાના પ્રમુખની વરણી કરવામાં આવશે.