20 C
Ahmedabad
Friday, December 1, 2023

અરવલ્લી: મેઘરજ પોલીસે કાલિયાકુવા ચોકડી નજીકથી બાઇક પરથી ૪૮ હજારનો વિદેશી દારૂ ઝડપ્યો, બે બુટલેગરો ફરાર


અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદ પરથી મોટા પ્રમાણમાં બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે.મેઘરજ પોલીસે કાલિયાકુવા ચોકડી નજીકથી વોચ ગોઠવી બાઈકમાંથી ૪૮ હજારનો વિદેશી દારૂ સાથે ફરાર બે બુટલેગરો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

મેઘરજ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એસ.પટેલ અને તેમની ટીમેં પેટ્રોલીંગ હાથધરતા અપાચી બાઇકમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા કાલિયાકુવા ચોકડી નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી બાતમી આધારિત બાઇક ને અટકાવતા પહેલા બે બુટલેગરો બાઇક મૂકી ફરાર થતા બાઇકની તાલસી લેતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના કવાટરીયા/બીયર નંગ-૩૮૪ કિંમત રૂ.૪૮,૦૦૦/- તથા મોટરસાયકલ ની કિંમત રૂ.૩૦,૦૦૦ સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂ.૭૮,૦૦૦/- પ્રતિબંધક એરિયામાં આરોપી ભલી ભલાજી ડામોર (રહે.સરથુણા તા.સીમલવાળા જી.ડુંગરપુર) અને ટીવીએસ અપાચે કંપનીની મોટરસાયકલ નંબર આર.જે.૧૨.જેએસ.૨૮૪૯ ની પાછળ બેથેલ જેનું નામઠામ મળી આવેલ નથી એકબીજાની મદદગારી કરી હેરાફેરી કરી મોટરસાયકલ મૂકી મકાઈના વાવેટરવાળા ખેતરોમાં ફરાર થતા પોલીસે પ્રોહીબિશમ એકટ હેઠળ ગુન્હો નોંધી બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!