ખેતરોમાં પિયત કરવાના સમયે બોર કુવા પરથી કેબલો ચોરાતાં ખેડુતોને પડતા પર પાટું જેવી દશા હાલ ખેડૂતો પર કુદરત રૂઠી છે ત્યારે બાયડ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આંબલીયારા પોલીસ મથક વિસ્તારમાં ખેતરોમાં આવેલા બોરકુવા પરથી કેબલ ચોરતી ગેંગ સક્રિય થતાં ખેડૂતોને પડતા પર પાટુ જેવી દશા થઈ છે….!!!
એક તો વીજતંત્ર ખેડૂતોને રાત્રે જ વીજળી આપે છે..!!
રાત્રે જ્યારે ખેડૂત ખેતરમાં પાણી ચાલુ કરવા જાય ત્યારે ખેડૂતને ખબર પડે કે કેબલ કપાઈ ગયો છે ખેડૂત વિચારો કરે તો પણ શું કરે….????
બાયડ તાલુકાના પશ્ચિમ ગાળામાં આવતા આંબલીયારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંસક્રિય તસ્કરોની ગેંગ તારીખ 28/ 8 /2023 ના રોજ રાત્રિ દરમિયાન ધનપુરા કંપામાં આવેલ ખેડૂત પટેલ વિપુલભાઈ નરસિંહભાઈ, કાંતિભાઈ હિરજીભાઈ, વિનય ભાઈ હિતેશભાઈ, પટેલ પ્રવીણભાઈ વલ્લભભાઈ આ તમામ ખેડૂતોના ખેતરમાં આવેલ કુવા તથા બોર ઉપરથી રાત્રી દરમિયાન આ સક્રિય કેબલચોર ગેંગ ઈલેક્ટ્રીક મોટરોના કેબલ વાયરોતથા નાની મોટી ચીજ વસ્તુઓની દિવસ દરમિયાન રેકી કરી રાત્રે મોડેથી ચોરીને અંજામ આપે છે વહેલી સવારે ખેડૂતો પોતે પોતાના ખેતરમાં ગયા ત્યારે જોવા મળ્યું કે કુવા અથવા બોર ઉપરથી કોઈ અજાણ્યા ઇસમો ઇલેટ્રીક મોટર કેબલ વાયરો ચોરી ગયા હોય તેવું જાણવા મળ્યું હતું….!!!
આ કેબલ વાયર ચોરી બાબતને લઈને આંબલીયારા પોલીસ સ્ટેશનમાં અજાણા ઇસમો વિરુદ્ધ ગુનાહિત ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ સક્રિય ગેંગને ઝડપથી ઝડપી પાડવા માટે આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જીતપુર, ચાંદરેજ, આંબલીયારા, અમીયાપુર, તેનપુર, ભુડાસણ તથા અન્ય ગામડાઓમાં પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે અને સક્રિય તસ્કરોની ગેંગ કોઈ ચોરી નો મોટો અંજામ આપે તે પહેલા આ અજાણ્યા તસ્કરોની સક્રિય ગેંગને ઝડપી પાડવા તમામ બાયડ તાલુકાના ખેડૂતો અને બાયડ તાલુકા માં આવતા પશ્ચિમ ગાળાના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.