29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે XUV 300માં અમદાવાદ લઇ જવાતો 1.26 લાખનો વિદેશી...

અરવલ્લી : શામળાજી પોલીસે XUV 300માં અમદાવાદ લઇ જવાતો 1.26 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, અમદાવાદનો બુટલેગર જેલ પાછળ

0
149

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર અને અંતરિયાળ આંતરરાજ્ય સરહદી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરી વિવિધ વાહનો મારફતે ઠાલવતા બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ બોબીમાતા સરહદ પરથી ફિલ્મી ઢબે XUV 300નો પીછો કરી 864 બોટલ દારૂ સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો કાર ચાલક બુટલેગર ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પોલીસે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ બોબીમાતા સરહદ પર પેટ્રોલિંગ હાથધરી વાહનોની તલાસી લેતા રાજસ્થાન તરફથી XUV 300માં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની વોચ ગોઠવી બાતમી આધારિત XUV 300 આવતા અટકાવવાનો પ્રયાસ કરતા ગાડીના ચાલકે હંકારી મુકતા પોલીસે પીછો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જોકે આગળ રસ્તો પૂરો થઈ જતા બુટલેગરો ગાડી મૂકી દોટ લગાવતા પોલીસે પાછળ દોડી ઈરફાનહુસૈન સાબિરહુસૈન મલેક (રહે,રામોલ-અમદાવાદ) ને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂ બોટલ-બિયર ટીન નંગ-884 કીં.રૂ.126600/-નો જથ્થો,બે મોબાઈલ અને અને XUV 300 મળી કુલ રૂ.730600/-નો જથ્થો જપ્ત કરી પોલીસને હાથતાળી આપી ફરાર થઇ જનાર બુટલેગર મૌસીન (રહે,સીટીએમ રોડ,રામોલ-અમદાવાદ) અને ગાડીમાં દારૂ ભરી આપનાર બાબરી ગામના સરપંચ તરીકે ઓળખાતા ગોવિંદ બંસીલાલ ડામોર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!