અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના મંગલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ ગ્રામ પંચાયત માં રોડની વારંવાર માંગણીની અવગણના થતા તેમજ સ્ટ્રીટ લાઈટ અને સફાઈની સુવિધા નહીં મળતા શાળામાં અભ્યાસ કરતા વાલીઓ સાથે માલપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સ્કૂલ દ્વારા ગ્રામ પંચાયતના તમામ વેરા ભરવા છતાં મંગલપુર ગ્રામ પંચાયત સુવિધા આપવામાં ઉણી ઉતરી હોવાથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને તકલીફ પડતા તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરી હતી
મંગલપુર ગ્રામ પંચાયતમાં આવેલ સનરાઈઝ સ્કૂલના સંચાલક અને વાલીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હોવા અંગે ગ્રામ પંચાયત સરપંચ દિપાલી બેન પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ સ્કૂલ ખાનગી છે તદુપરાંત એક મકાનના બે વર્ષનો અને બીજા મકાનના ચાર વર્ષનો વેરો બાકી છે તેમજ સનરાઈઝ સ્કૂલ હાઇવે થી એક કિમિ દૂર હોવાથી ત્યાં નવીન રોડ બનાવવા 10 લાખથી વધુનો ખર્ચ થાય તેમ હોવાથી 10 લાખથી વધુની ગ્રાંટ ફાળવણી ખાનગી સ્કૂલના રોડ બનાવવા માટે કરવામાં આવે તો મંગલપુર ગામના વિકાસના કામો અટકી શકે તેમ છે તેમ છતાં અગાઉ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે તંત્ર સ્પેશિયલ રોડ માટે ગ્રાંટ ફાળવે તો શક્ય બને તેમ છે એક ખાનગી સ્કૂલના રોડ માટે સમગ્ર ગામનો વિકાસ રૂંધાઇ જાય તેમ છે અને મંગલપુર ગ્રામ પંચાયતની ઇમેજ ખરડાવાનો પ્રયત્ન થઇ રહ્યો હોવાનો સ્કૂલના સંચાલક સામે આક્ષેપ કર્યો હતો