સમગ્ર રાજ્યમાં યુવાનોના મોત કોઈ કારણોસર થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, તેમાં પણ ખાસ કરીને હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો હોય તેવું લાગે છે. છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકથી મોત થવાના સમાચારો મીડિયામાં આવી રહ્યા છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં પણ વધુ એક આશાસ્પદ યુવકના મોત થવાથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી મળ્યું છે.
મોડાસા તાલુકાના ભીલકુવા ગામે રહેતા સાગર સરદારસિંહ ચૌહાણનું મોત થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકનું મોજુ ફરી મળ્યું છે. આશાસ્પદ યુવક મોડાસાની સરસ્વતી હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો, તેની તબિયત નાજૂક થાતં તાવ આવ્યા પછી ખેંચ આવી હતી, જેને લઇને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો, જ્યાં મોત થયું હતું. મોડાસા તાલુકાના ભિલકુવા ગામના આશાસ્પદ યુવકના મોતને લઇને પરિવારમાં માતમ છવાઈ ગયો છે તો બીજી બાજુ યુવકનું મોત કઈ બિમારીને કારણે થયું છે, તે યક્ષ પ્રશ્ન છે, હાલ સમગ્ર જિલ્લામાં વાઈરલ કેસનો સિલસિલો છે આ વચ્ચે યુવકનું મોત ડેન્ગ્યુ, હેમરેજિક ફીવર કે પછી હાર્ટ એટેક થી થયું તે સવાલ છે…