38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત PSI એ જમાદાર પાસે પાણીની બોટલ માંગી : જમાદારે કહ્યું પીવું હોય...

PSI એ જમાદાર પાસે પાણીની બોટલ માંગી : જમાદારે કહ્યું પીવું હોય તો પીલો…જમાદારનો IPS જેવો એટીટ્યુડ જોઈ PSIએ લાફો ઝીંકી દીધો

0
845

મેરા ગુજરાત, ગાંધીનગર 

ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભા સત્ર ચાલી રહ્યુ છે બીજી બાજુ શુક્રવારે આદિવાસી સંમેલનના પગલે રાજ્યભરની પોલીસ ખડકી દેવામાં આવતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું સાબરકાંઠા એલસીબી પીએસઆઈ બિલાલ મુરીમાને પણ વિધાનસભા બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા શુક્રવારે પીએસઆઇ અને તેમની સાથે ફરજ બજાવતા અધિકારીને તરસ લાગતા નજીકથી પાણીની બોટલ સાથે પસાર થતાં જમાદાર પાસે પાણીની બોટલ માંગતા જમાદાર ફોનમાં વ્યસ્ત હોવાથી અને જાણે અધિકારીને આદેશ કરતો હોય તેમ પાણીની બોટલ જાતે લઇ જાવ તેમ કહી રોફ જણાવી ગેરવર્તણૂક કરી હોવાનો અહેસાસ થતાં પીએસઆઇ બીલાલ મુરીમાએ લાફો ઝીંકી દેતા ભારે ચકચાર મચી હતી આ અંગે સમગ્ર મામલો આઇજી સુધી પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાઠાં એલસીબી પીએસઆઇ બીલાલ મુરીમા વિધાનસભામાં સેન્ટ્રલ વિષ્ટા ગાર્ડન ખાતે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ઈન્ફોસિટી પોલીસ મથકના ડી સ્ટાફના જમાદાર દિનેશભાઈ પણ વિધાનસભામાં ફરજ પર હાજર હતા તેમના મિત્ર માટે પાણીની બોટલ લઈ ગાર્ડન તરફ ગયા હતા જ્યાં પીએસઆઇ બીલાલ અન્ય એક અધિકારી સાથે બેઠા હતા. જમાદાર દિનેશભાઈને ઘરેથી ફોન આવતા ગાર્ડનમાં ફોન પર વાત કરી રહ્યા હતા પીએસઆઈ બિલાલે પાણીની બોટલ માંગતા શિસ્તબદ્ધ ગણાતી ખખીમાં રહેલા જમાદારે પીએસઆઇ સામે જોઈ બોટલ જાતે લઇ જવાનું કહેતા પીએસઆઈ એ ગરમીમાં પિત્તો ગુમાવી જમાદારને લાફો જીંકી દેતા સન્નાટો વ્યાપી ગયો હતો. શિસ્તબદ્ધ ગણાતા પોલીસતંત્રમાં જમાદાર અને પીએસઆઇ બંને શિસ્ત ચૂકતા આખરે લાફાકાંડ સર્જાયો હતો જે બાદ મામલો ગરમાયો હતો આ અંગે જમાદારે કંટ્રોલ રૂમમાં ફોન કરીને સઘળી હકીકત વર્ણવતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને બન્ને પક્ષે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!