38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નિમાબેન આચાર્યએ સ્વ. MLA ડૉ. જોષીયારાના વતન ખાતે પંહોચી...

વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નિમાબેન આચાર્યએ સ્વ. MLA ડૉ. જોષીયારાના વતન ખાતે પંહોચી શ્રધ્ધાંજલિ અપર્ણ કરી

0
467

વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નિમાબેન આચાર્યએ ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના શ્રધ્ધાજંલિ કાર્યક્રમ પૂષ્પાંજલિ અર્પણ કરી તેમના દ્વારા થયેલા ઉમદા કાર્યોની સ્મૃતિને લોકો સમક્ષ ઉજાગર કરી હતી.

           અધ્યક્ષાએ આજે શનિવારે સવારે ભિલોડાના ચુનાખણ ગામે પહોચ્યા હતા અને ચેન્નાઇમાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામેલા ડૉ. અનિલ જોષીયારાના શોકસંતપ્ત  પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.

શ્રધ્ધાજંલિ કાર્યક્રમમાં ઉપસ્થિતિ શોકાતુર લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ મેળવેલા ડૉ. જોષીયારાએ આદિવાસી બાંધવોની સતત ચિંતા કરી તેમણે તબીબનો વ્યવસાય છોડી સેવાનો માર્ગ પસંદ કર્યો હતો.તેમના દ્વારા હંમેશા સમાજના હિતના પ્રશ્નો રજૂ કરી પોતાના વિસ્તારની ચિંતા વ્યકત કરતા. તેમણે ડૉ. જોષીયારાની સ્મૃતિ લોકોમાં કાયમ અકબંધ રહે તે માટે તેમની પ્રતિમાનું અનાવરણ તથા તેમના નામના માર્ગનુ નામાભિમાન અને પ્રવેશદ્વાર બનાવવાની પણ ખાત્રી આપી હતી.

શ્રધ્ધાજંલિ કાર્યક્રમમાં વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ ભાઇ રાઠવા તથા ધારાસભ્યો અમિતભાઇ ચાવડા, ચંદ્રિકાબેન બારીયા, વજેસિંહ પણદા, આનંદચૌધરી, રાજેન્દ્રસિંહ ઠાકોર,જશુભાઇ પટેલ, અશ્વિન કોટવાલ સહિત અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના ઉપસ્થિત રહ્યા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!