અરવલ્લી એસપી શૈફાલી બારવાલે જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગ થતી વિદેશી દારૂની હેરાફેરી બંધ કરવા શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો સતત ઝડપાઇ રહ્યા છે જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર ધોંસ વધારતા બુટલેગરો હવે બાઈક અને મોપેડ પર શરાબની ખેપ મારી રહ્યા છે શામળાજી પોલીસને રામેળા ગામ નજીક પેટ્રોલિંગ કરતી જોઈ હાઈ સ્પીડ પલ્સર બાઈક અને મોપેડ પર દારૂની ખેપ મારતા 4 બુટલેગરો પોલીસજીપ જોઈ રોડ પર પલ્સર અને જ્યુપિટર નાખી દઈ ફરાર થઇ જતા પોલીસે બંને વાહનમાં સંતાડેલ 36હજારથી વધુનો દારૂ જપ્ત કરી બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમ પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે રામેળા ગામ નજીક પહોંચતા રામેળા ગામ તરફથી આવતી હાઈસ્પીડ પલ્સર બાઈક અને તેની પાછળ આવતું જ્યુપીટર પોલીસજીપ જોઈ જતા મોપેડ ચાલક ફુલસ્પીડમાં વળાંક લેવા જતા સ્લીપ થતા રોડ પર પટકાતા રોડ પર આડી પડી જતા પલ્સરને અડચણ ઉભી થતા બંને વાહન પર દારૂની ખેપ મારનાર ચારે બુટલેગર ઝાડી-ઝાંખરામાં થઇ ડુંગરાળ વિસ્તારમાં દોટ લગાવતા બુટલગરો અને પોલીસ વચ્ચે પકડ દાવ જેવા દ્રશ્યો વચ્ચે ચારે બુટલેગરો છૂ થઇ ગયા હતા પોલીસે પલ્સર બાઈક અને જ્યુપિટરમાં થેલા અને ડેકીમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-183 કીં.રૂ.36270 અને પલ્સર બાઈક તેમજ જ્યુપિટર મળી કુલ રૂ.96 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચારે અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા