24 C
Ahmedabad
Wednesday, January 15, 2025

મોડાસા: પેલેટ ચોકડી નજીક Fortuner માં હાથકડી પહેરેલ આરોપી સાથેના કથિત પોલીસકર્મીઓને લોકોએ ધોઈ નાખ્યા,શું છે મામલો વાંચો


ફોર્ચ્યુનર કારમાં રહેલા કથિત પોલીસકર્મીઓ દારૂના નશામાં હોવાથી બેફામ બન્યા હતા, લોકોએ ઢીબી નાખતા નશો ઉતરી ગયો હતો…!!
ટેમ્પો ટ્રાવેલર ચાલક સ્થાનિક હોવાથી અજાણ પોલીસકર્મીઓને લુખ્ખાગીરી કરવાની કિંમત મેથીપાક ખાઈ ચૂકવવી પડી

Advertisement

સહયોગ ચોકડી પર સાંજે બબાલ તો રાત્રે પેલેટ ચોકડી પર બબાલ…. ફરીથી મામલો શાંત થયા પછી પોલિસ પહોંચી… બોલો… 

Advertisement

ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ પ્રજાજનો સાથે દાદાગીરી કરતા હોવાના અનેક કિસ્સાઓ રોજ બરોજ બનતા રહે છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના બાયપાસ રોડ પરથી ફોર્ચ્યુનર કારમાં હાથકડી પહેરાવેલ આરોપી સાથે પસાર થતા પોલીસકર્મીઓએ ટેમ્પો ટ્રાવેલર સાથે ઓવરટેક અને હોર્ન મારવા જેવી સામાન્ય બાબતમાં દાદાગીરી પર ઉતરી આવી ટેમ્પો ટ્રાવેલર માંથી ડ્રાઇવર ને ખેંચી ફોર્ચ્યુનર કારમાં નાખી માર મારતા ટેમ્પો ટ્રાવેલર ચાલકે તેના પરિચિતોને બોલાવી લેતા દોડી આવ્યા હતા અને ફોર્ચ્યુનરમાં રહેલા કથિત પોલીસકર્મીઓને ઢીબી નાખ્યા હતા લોકોના ટોળેટોળા ઉમટતા ટોળામાં રહેલા લોકોએ પણ હાથસફાઈ કરી લીધી હતી ફોર્ચ્યુનરમાં રહેલા કથિત પોલીસકર્મીઓનો નશો ઉતરી જતા કાર હંકારી મૂકી હતી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જવાના રોડ પર પસાર થતા ટેમ્પો ટ્રાવેલરને પાછળથી આવતી ફોર્ચ્યુનર કારમાં હાથકડી પહેરેલ આરોપી સાથે રહેલા કથિત પોલીસકર્મીઓએ ટેમ્પો ટ્રાવેલરને અટકાવી હોર્ન મારવા બાબતે કે અન્ય કોઈ કારણસર અટકાવ્યો હતો અને ચાલકને ડ્રાઇવર કેબીનમાંથી બહાર ખેંચી કાઢી ફોર્ચ્યુનરમાં કારમાં નાખી માર મારતા ટેમ્પો ટ્રાવેલર ચાલકે મોડાસા શહેરમાં રહેતા માલિક કે પછી તેના પરિચિતોને જાણ કરતા તાબડતોડ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ફોર્ચ્યુનરમાં રહેલા કથિત પોલીસકર્મીઓ નશામાં હોવાની અને લુખ્ખાગીરી ચાલુ રાખતા લોકો ભારે આક્રોશ સાથે તૂટી પડી ઢીબી નાખતા બચાવની મુદ્રામાં આવી ગયા હતા માર પડતા નશો ઉતરી ગયો હતો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

Advertisement

બીએપીએસ મંદિર નજીક મારામારીની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ફોર્ચ્યુનર કારમાં હાથકડી સાથે આરોપી હોવાથી કથિત પોલીસકર્મીઓ અને લોકો વચ્ચેની બબાલમાં આરોપી તકનો લાભ લઈ ફરાર ન થઇ જાય તે માટે ટેમ્પો ટ્રાવેલરના સમર્થનમાં આવેલ લોકોએ કથિત પોલીસકર્મી પર હાથસફાઈ કરી જવા દીધા હતા સ્થળ પર દોડી આવેલા કથિત પોલીસકર્મીઓની લુખ્ખાગીરી સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!