અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી કરતા અને વેપલો કરતા અટકાવવા માટે સતત દોડાદોડી કરી રહી છે મેઘરજ પોલીસે અલ્ટો કારમાંથી 91 હજારથી વધુનો વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ખેડા જીલ્લાના બે અને આણંદ જીલ્લાનો બુટલેગર રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરી લાવ્યા હતા
મેઘરજ પ્રોબેશનલ પીઆઇ કે.એસ.પટેલ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરેલી અલ્ટો કાર વીરપુર બોર્ડર પસાર કરી પંચાલ તરફ આવતી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી વોચ ગોઠવી બાતમી આધારિત અલ્ટો કારને તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-466 કીં.રૂ.91300/- નો જથ્થો જપ્ત કરી કારમાં રહેલા બુટલેગર 1)સુખા લક્ષ્મણ તળપદા (રહે,સીમ વિસ્તાર લક્ષ્મીપુર-ખેડા) ,2)સુરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોઢા (રહે,જેશાપુરા-આણંદ) અને 3)વિજય બચુ તળપદા (રહે, સીમ વિસ્તાર લક્ષ્મીપુર-ખેડા)ને ઝડપી પાડી, વિદેશી દારૂ,કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.2.47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી