20 C
Ahmedabad
Friday, December 1, 2023

BSNL અને MTNL ના પેન્શનરો ના પેન્શન રિવિઝન મુદ્દે જોઈન્ટ ફોરમ દ્વારા ધરણા યોજાયાં


તાજેતરમાં દિલ્હીના જંતર મંતર ખાતે ભારત ભરના બી.એસ.એન.એલ. અને એમ. ટી. એન. એલ. ના પેન્શનરોએ તારીખ ૦૧/૦૧/૨૦૧૭ થી મળવા પાત્ર પેન્શન રિવિઝન અંગેની માગણી ન સંતોષાતાં સંગઠનોના જોઈન્ટ ફોરમના આદેશને અનુસરીને ધારણાનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં પેંન્શનરોએ ભાગ લીધો હતો. ગુજરાત માંથી સર્કલ પ્રમુખ નટુભાઈ એન પટેલ, મહામંત્રી શ્રી મનુભાઈ બી. ચનિચારા તથા ઉપપ્રમુખ વિજયકુમાર કે પંડ્યા ની આગેવાનીમાં અંદાજે ૧૦૦ જેટલા પેંન્શનરો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યુનિયનો દ્વારા અવારનવાર પડતર માંગણીઓ અંગે કાર્યક્રમો અને દેખાવો કરવામાં આવતા હોય છે. જુદા જુદા રાજ્યોમાંથી આવેલા આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!