મોડાસા નગરપાલિકા ડમ્પિંગ સાઈટ વિવાદ વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્ર માટે માથાનો દુઃખાવો સાબિત થઇ રહ્યો છે તંત્ર દ્વારા ગારુડી ગામના ગૌચરમાં કચરો ઠાલવવા માટે ગતિવિધિ તેજ કરી દઈ સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન માપણી કરી વિરોધ કરતા સ્થાનિકોની અટકાયત કરી હતી બીજા દિવસ બાદ સતત ત્રીજા દિવસે ગામલોકોએ સહ પરિવાર રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોડ બ્લોક કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગામલોકોએ આત્મવિલોપન કરવા સુધી તૈયારીઓ કરી લીધી હોવાનું જણાવ્યું હતું
ગારુડી ગામની મહિલાઓ અબાલ વૃદ્ધ સૌકોઈ બુધવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોડ રસ્તા પર પથ્થર અને ઝાડ નાખી રોડ પર ટાયર સળગાવી બ્લોક કર્યો હતો મહિલાઓ હાય રે ભાજપ હાય , સાથે મંત્રી ભીખુસિંહ પરમાર અને તંત્રના છાજીયા લીધા હતા મહિલાઓએ મોરચો સાંભળી આંદોલન ઉગ્ર બનાવી આત્મવિલોપન કરવું પડે તો તૈયાર છીએ કોઈ પણ ભોગે ગારુડીના ગૌચરમાં ડમ્પિંગ સાઈટ નહીં બનાવવા દઈએનો હુંકાર કર્યો હતો ગારુડી ગ્રામજનોએ મોડાસા નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ ગામની સીમમાંથી કોઈ પણ ભોગે હટાવવાની માંગ કરી જરૂર પડે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.