અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદથી થયેલી પૂરગ્રસ્ત સ્થિતિમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરાઈ
આપણા જિલ્લામાં ભારે વરસાદ પડવાથી પૂરની સ્થિતિ સર્જાઈ તેમાં સતત ખડેપગે રહીને વહીવટી તંત્ર દ્વારા ખુબજ સરાહનીય કામગીરી કરી તેને હું બિરદાવું છું : પ્રભારી મંત્રી
જિલ્લામાં થયેલ નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરીને સહાય આપવા સૂચન કરતા પ્રભારી મંત્રી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ ઝોનમાં સમાવિષ્ટ એવા અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમ્યાન ભારે વરસાદના પગલે આશરે 200 કરતા વધારે લોકોનું પૂર જેવી સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગ નગરપાલિકા મોડાસા દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બચાવકાર્યમાં સ્થળાંતર કરેલ અસરગ્રસ્તોને જરૂરી આરોગ્ય સેવા અને ભોજન પૂરું પાડવાની વહીવટી તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ હતી.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદથી થયેલી પૂરગ્રસ્ત સ્થિતિમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠકમાં માનનીય પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં મંત્રીશ્રી દ્વારા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.સાથે સાથે ખેતીવાડી વિભાગ, આરોગ્ય સેવાઓ , રોડ રસ્તાઓ, શિક્ષણ વિભાગ, સિંચાઈ, જેવા મુખ્ય અને તાલુકા સ્તરે થયેલ નુકસાનનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી જરૂરી સેવાઓ પૂરી પાડવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.પૂરની સ્થિતિમાં તાલુકાઓમાં અમુક કાચા મકાનો પડી ગયા છે. તે માટે સર્વે કરીને જરૂરી કાર્યવાહી અને સહાય તાત્કાલિક ધોરણે પોહચે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.આ સૂચનને ઝડપથી સુચારુ અમલ કરવા સાથે જરૂરી કામગીરી કરવામાં આવશે તેવી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા,બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી નીરજ શેઠ,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડાયરેક્ટર આર. એન. કુચારા તેમજ મોડાસા, બાયડના પ્રાંત અધિકારીશ્રીઓ અને તમામ મામલતદારશ્રીઓ અને તાલુકાવિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા