asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લી : પદયાત્રીઓ ની ચિંતા કરતા જીલ્લા કલેકટર, પદયાત્રીઓની સલામતી માટે બેઠક


રાજ્યમાં ધાર્મિક સ્થળોએ પગપાળા જતા સંઘ અને પદયાત્રીઓની સલામતી બાબતે અરવલ્લી જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

Advertisement

યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પુનમના મહામેળાનું આયોજન થવાનું છે. ત્યારે અંબાજી જતા હજારો જેટલાં સંઘોમાં લાખોની સંખ્યામાં પગપાળાં યાત્રીકો અંબાજી જશે.દર વર્ષે રાજ્યમાં ધાર્મિક સ્થળોએ પગપાળા જતા સંઘ પદયાત્રીઓ જુદા જુદા ગામો જિલ્લાઓમાંથી અંબાજી ખાતે જતા હોય છે. રાજ્યમાં આવેલા ધોરીમાર્ગો રાજ્ય માર્ગો ગ્રામ્ય માર્ગ અને અન્ય માર્ગો પરથી પસાર થતા આ પદયાત્રીઓની સલામતી જળવાઈ રહે તે ખૂબ જ અગત્યનું છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક દ્વારા બેઠકમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી અને સૂચન કરવામાં આવ્યા હતા

Advertisement

અરવલ્લી જિલ્લામાં જે વિસામા કરવામાં આવ્યા છે તેમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ ઘટના ના બંને તે માટે તમામ વિસામા અને પદયાત્રીઓને જમણી બાજુ ચાલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. જેનાથી અકસ્માતનો ભય ના રહે.જરૂરી સાઈન બોર્ડ મુકવામાં આવશે અને જરૂરી પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Advertisement

આ બેઠકમાં જિલ્લા પોલીસવડા, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!