અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર અને સરકારી પડતર જમીન અને રોડ રસ્તા પર પણ દબાણકારો દબાણ કરી કાચા-પાકા બાંધ કામ કરી દીધા છે ભિલોડા તાલુકાના પાલ્લા ગામમાં કેટલાક શખ્સોએ ગેરકાયદેસર દબાણ કરતા ગામના જાગૃત નાગરિકે સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કર્યાં બાદ તત્કાલિન જીલ્લા કલેકટર મીણાએ તાલુકા વિકાસ અધિકારીને ત્રણ સપ્તાહમાં ગૌચરનું દબાણ દૂર કરવા તાકીદ કર્યા છતાં ટીડીઓ કલેકટરના આદેશને ગોળીને પી જતા થાકીને યુવકે જીલ્લા કલેકટર કચેરી આગળ ધરણા અને બેનર પ્રદર્શિત કરી દબાણ દૂર કરવા માંગ કરી હતી
ભિલોડા તાલુકાના પાલ્લા ગામે ગૌચર નું દબાણ દૂર કરવાની પડતર માંગણી ન સંતોષાતા પાલ્લા ગામના જાગૃત નાગરિક પરેશ ભાઈ દરજી એ સ્થાનિક તંત્ર કોઈ પણ કાર્યવાહી ન કરતા હોવાના બેનર સાથે,અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારેખ ની કચેરી આગળ ન્યાય ની માંગ સાથે ધારણા પર બેસી વિરોધ દર્શવ્યો હતો જાગૃત નાગરિકે ગ્રામ પંચાયત અને ભિલોડા તાલુકા વિકાસ અધિકારી પર ગંભીર આક્ષેપ કાર્ય હતા ત્યારે જીલ્લા કલેકટર ગૌચર પરનું દબાણ હટાવવા કયા પ્રકારની કામગીરી કરે છે તે જોવું રહ્યું