શહેરા,
પંચમહાલ જીલ્લામાં પડેલા ભારે વરસાદે પાછલા બે દિવસથી વિરામ લીધો છે.ત્યારે શહેરાનગરથી રેણા મોરવાને જોડતા હાઈવેમાર્ગ પર કેટલીક ખાડાઓ થઈ જતા વાહનચાલકોમાં અકસ્માતની ભીતી સેવાઈ રહી છે.શહેરાના ખરેડીયા પાસેના એક પુલ પાસે રોડને અડીને સાઈડ પર એક ખાડો જોવા મળી રહ્યો છે.ત્યારે આ જગ્યા પર અગાઉ પણ અકસ્માતની ઘટનાઓ થઈ ચુકી છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા જરુરી સમારકામ કરવામા આવે તેવી લોકલાગણી ઉઠવા પામી છે.
શહેરાનગરથી રેણા તરફ જતા ડામર માર્ગ બનાવામા આવ્યો છે. આ ડામર માર્ગ 50થી વધુ ગામોને જોડે છે.આ ગામોમાથી શહેરા તરફ લોકોની અવરજવર પણ વધારે રહે છે.વાહનચાલકોની અવરજવર વધારે રહે છે.હાલમાં શહેરા નજીક ખરેડીયા ગામ પાસે આવેલા પુલની સાઈડમાં એક ખાડો પડ્યો છે.આ ખાડો અંદાજીત અઢીથી ત્રણ ફુટ જેટલો ઉંડો છે. ત્યારે અહી ખાડાને કારણે અકસ્માતની પણ ભીતી સેવાઈ રહી છે.આ જગ્યા પર અગાઉ પણ અકસ્માતમા બે યુવાનોએ ગત નવરાત્રીના સમયમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર પણ આ મામલે જરુરી કાર્યવાહી કરે તે જરુરી છે