તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલ આંબલીયાની સ્વચ્છ છબીથી ફરજ દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે થોડા મહિના અગાઉ વાઘોડીયા તાલુકા વિકાસ અધિકારી તરીકે સિંઘમ અધિકારી તરીકે જાણીતા કાજલબેન આંબલીયાની નિમણુંક થતાની સાથે તાલુકાનો વિકાસ ઝડપથી થાય તે દિશામાં કામગીરી શરુ કરવાની સાથે ગેરકાયદેસર દબાણકારો પર બુલડોઝર ફેરવી દેવાની સાથે કોરોનાની ગ્રાન્ટમાંથી કેટલાક ભ્રષ્ટ તલાટીઓએ લાખ્ખો રૂપિયાનું કૌભાંડ બહાર લાવતા ભૂમાફિયાઓ અને કૌભાંડીઓના પેટમાં તેલ રેડાતા તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલ આંબલીયા રહે તો અનેક કૌભાંડીઓના મૂળિયા બહાર આવી જવાનો ભય પેદા થતા સરકાર અને વહીવટી તંત્ર પર દબાણ લાવી તેમની બદલી ગાંધીનગર ખાતે કરી દેતા વાઘોડિયાના સરપંચો અને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ટીડીઓની બદલી રોકવા સરપંચોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મળી બદલી રોકવા ઉગ્ર રજુઆત કરી હતી.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ રજૂઆત કરાઈ હતી, જુઓ શું કહ્યું
વાઘોડિયા તાલુકાના સરપંચોએ ગાંધીનગર પહોંચી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળી રજુઆત કારી હતી કે નિષ્ઠાવાન અને પારદર્શક વહીવટ માટે જાણીતા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાની બદ્લી બંધ નહિ રાખવામાં આવેતો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન જવાની આડકતરી રીતે ચીમકી ઉચ્ચારી હતી ભાજપને વાઘોડિયા તાલુકાના ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના લીધે ભારે નુકશાન થશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું
કાજલ આંબલિયાને લઇને સ્થાનિક લોકો અને સરપંચોમાં એક લાગણી, કામગીરીથી લોકો ખુશ