29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ Ukrain Russia War : ઝેલેન્સ્કીએ યુદ્ધનો અંત લાવવા વાટાઘાટ માટે રશિયાને અપીલ

Ukrain Russia War : ઝેલેન્સ્કીએ યુદ્ધનો અંત લાવવા વાટાઘાટ માટે રશિયાને અપીલ

0
224

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા ફરીથી શાંતિની અપીલ કરાઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ યુદ્ધનો અંત લાવવા વાટોઘાટના મેજ પર આવવા રશિયાને ફરી એકવાર અપીલ કરી છે. જોકે તેમણે શાંતિ માટે થઈ યુક્રેનનો કોઈપણ ભાગ આપવાનો ઇન્કાર કર્યો છે. ઝેલેન્સ્કીએ શનિવાર રાત્રે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રશિયાની સેનાના નાયબ વડા કનરલ જનરલ સર્ગેઇ રુડસ્કીના નિવેદનનો જવાબ આપ્યો હતો.

જનરલ રુડસ્કીએ અગાઉ કહ્યું હતું કે, રશિયાની સેના હવે તેના મુખ્ય ઉદ્શ્ય ડન્બાસની મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રશિયા દ્વારા સમર્થિત અલગતાવાદીઓ પૂર્વી યુક્રેનના ડોન્બાસ ક્ષેત્ર પર 2014 થી કબજો જમાવીને બેઠા છે અને રશિયાઈ દળો મારિયુપોલ પર કબજો મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે.

રુડસ્કીનું નિવેદન સૂચવે છે કે, યુક્રેનના કીવ અને અન્ય શહેરો પર કબજો મેળવવામાં  અટકી પડેલી રશિયાઈ સેના કદાચ થોડી પીછેહઠ કરશે. ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે, રશિયાઈ સેનાએ હજારો સૈનિકો ગુમાવ્યાં છે પરંતુ કીવ કે ખાર્કિવને કબજો કરી શકયા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!