28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે 10 કિમી ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 64 હજારનો...

અરવલ્લી : શામળાજી પોલીસે 10 કિમી ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 64 હજારનો દારૂ ઝડપ્યો, કાર પર ડુપ્લીકેટ અરવલ્લીની નંબર પ્લેટ

0
185

 

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદ પરથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ બાતમીદારો સક્રિય કરી બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવી રહી છે પોલીસે જાબચિતારીયા નજીકથી વિદેશી દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે 10 કિમી પીછો કરી ગોઢ અઢેળા ગામ નજીકથી ઝડપી પાડી કારમાંથી 64 હજારથી વધુનો દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં જાબચિતરીયા રોડ પરથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી અલ્ટો કારને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે પીછો કરતા આશ્રમ રોડ નજીક બ્લોક કરતા ચબરાક બુટલેગરે કાર મોડાસા રોડ પર હંકારી મૂકી અંતરિયાળ વિસ્તાર ગોઢ અઢેરા તરફ હંકારી મુકતા પોલીસ પીછો ચાલુ રાખતા સમગ્ર રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બુટલેગર હાંફી જતા અઢેરા ગામ નજીક કાર મૂકી અંધારાનો લાભ લઇ ઝાડી-ઝાંખરામાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી અલ્ટો કારમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ -228 કીં.રૂ.64850/- અને કાર મળી કુલ રૂ.2.64 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા બુટલેગરે રાજસ્થાની પાસિંગની અલ્ટો કાર પર અરવલ્લી જીલ્લા પાસિંગ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!