ભાદરવી પૂનમે સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજીમાં મંદિરમા બિરાજતા કાળીયા ઠાકોરના દર્શનાર્થે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા ભાદરવી પૂનમે અરવલ્લી જીલ્લાના ભક્તો પગપાળા યાત્રા કરીને પહોંચતા મોડી રાત્રીથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓથી ઉભરાઈ જતા ભક્તોના પ્રવાહને જોત મંદિરના દ્વાર એક કલાક વહેલા ખોલી દીધા હતા જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ અને પોલીસ સ્ટાફ પગપાળા યાત્રા કરી શામળીયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ભાદરવા સુદ પૂનમના દિવસે યાત્રાધામ શામળાજી માં વહેલી સવારથી જ ભકતો ઉમટયાં હતાં મોડાસા ધનસુરા મેઘરજ માલપુર ટીંટોઈ સહીત અને ગ્રામ્ય વિસ્તારો માંથી મોટીસંખ્યામાં ભક્તો પગપાળા યાત્રા કરીનેં શામળીયાનાં ધામમાં આવી પહોંચ્યા હતા શામળાજી મંદિર વહેલી સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવેલ હતું વહેલી સવારથી જ ભકતો નું ઘોડાપૂર ઉમટ્યું હતું ભગવાન શામળીયા નેં સુંદર વાધા માં શણગારવામાં આવ્યા હતા મંદિર નાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન ને સુંદર રીતે શણગારીને સોના ચાંદી નાં ધરેણામા ભગવાન ની પ્રતિમા આગળ થી ભક્તો દુર થવાનું મન જનહોતુ થતું પગપાળા ચાલીને આવેલ પદયાત્રીઓ માટે મોડાસા શામળાજી રોડ પર વિસામો પણ ભકતો દ્વારા ખોલવામાં આવ્યા હતા ભક્તો ભગવાન શામળિયાની ભક્તિમાં લિન બન્યા હતા