અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના નેતૃત્વ હેઠળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે માનવીય અભિગમ દાખવી રહી છે ભિલોડા પોલીસને નગરમાં પેટ્રોલિંગ દરમિયાન એક વૃદ્ધ પર નજર પડતા પોલીસે વૃદ્ધની સ્થિતિ નિરીક્ષણ કરી પૂછપરછ કરતા વૃદ્ધ વડોદરાના હોવાનું અને ભૂલથી ભિલોડા પહોંચ્યા હોવાનું જણાવતા પોલીસે વડોદરામાં રહેતા પરિવારજનોનો સંપર્ક કરી મિલન કરાવતા પરિવારજનોની આંખમાંથી હર્ષના આશુ સરી પડ્યા હતા પરિવારજનોએ ભિલોડા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો
ભિલોડા પીઆઈ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમ મંગળવારે સાંજના સુમારે પેટ્રોલિંગ હાથધરતા ભિલોડા બજારમાં એક 75 વર્ષીય વૃદ્ધ લાચાર અવસ્થામાં મનોવ્યથિત જોવા મળતા પીઆઈ ગરાસિયાએ વૃદ્ધને સાંત્વના આપી પૂછપરછ કરતા વૃદ્વ માનસિક અસ્વસ્થ જણાતા તેમનું કાઉન્સલીંગ કરતા તેમનું નામ ગોવર્ધનભાઈ ભીમાભાઇ ઓડ (પાજી) અને વડોદરા લક્ષ્મીપુરા ગામના હોવાનું જણાવતા અને અગમ્ય કારણોસર બરોડાથી ભિલોડા આવી ગયા હોવાનું કહેતા તેમના પરિવારજનોનો સંપર્ક કરતા પરિવારજનો તાબડતોડ ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પરિવારના સ્વજનને સહી સલામત જોઈ પરિવારે હાશકારો અનુભવ્યો હતો પરિવારના મોભી પરત મળી આવતા વૃદ્ધના પરિવારજનોએ ભિલોડા પોલીસના માનવતાવાદી કાર્યની સરાહના કરી હતી