અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી જેતપુર સાયડી નવા વસવાટ ગ્રુપ ગ્રામ પંચાયતની દરખાસ્ત માટેનું નોટિફિકેશન બહાર પડતા ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સહીત સદસ્યો ચોકી ઉઠ્યા છે ગ્રામ પંચાયતના સરપંચ સહીત સદસ્યોએ તેમની ખોટી સહી કરી જેતપુર ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે તલાટીની બેદરકારી સામે આક્ષેપ કર્યા હતા ભિલોડા તાલુકામાં ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયત વિભાજનનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે
ભિલોડા તાલુકાના ટોરડા ગામની ગ્રુપ ગ્રામ પંચાયતમાં 7 ગામનો સમાવિષ્ટ થાય છે જેમાં અનેક પ્રશ્નો પેદા થતા ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી જેતપુર સાયડી ગ્રામ પંચાયત વિભાજનની દરખાસ્ત બનાવી આ દરખાસ્તમાં પંચાયત સરપંચ કે સદસ્યોને વિશ્વાસમાં લેવામાં ન આવતા અને અલગ ગ્રામ પંચાયતનું નોટિફિકેશન થતા ગામલોકો અને અન્ય વિસ્તારમાં વિગ્રહ જેવી સ્થિતિ પેદા થઇ છે પંચાયત સરપંચ અને પંચાયત સદસ્યોની ખોટી સહી થઈ હોવાનું ગ્રામ પંચાયતના તલાટીએ ગ્રામ સભામાં સ્વીકાર કર્યા હોવાનો આક્ષેપ સદસ્યએ કર્યો હતો અને દસ્તાવેજ પણ ખોટા ઉભા કરવામા આવતા તેને રદબાતલ કરવા આવ્યા હતા અને આગામી સમયમાં ગ્રામ સભામાં નિર્ણય કરવાનું પંચાયત બોડીએ નક્કી કર્યું હતું તયારે જેતપુર ગ્રામ પંચાયતના ખોટા દસ્તાવેજ ઉભા કરનાર અને સરપંચ સહીત સદ્સ્યોની ખોટી સહીનું કૃત્ય કરનાર સામે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે