21.2 C
Ahmedabad
Sunday, February 9, 2025

અરવલ્લી : RBIએ મોડાસાની ધી સર્વોદય સહકારી બેંક લી.ને 6 લાખની પેનલ્ટી ફટકારી,બે ડિરેક્ટરના રાજીનામાથી ખળભળાટ


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એટલેકે, RBI ભારતની તમામ બેંકોની વડી બેંક છે. દેશના બેંકિંગ સેક્ટરને લગતા નિર્ણય આરબીઆઈ દ્વારા લેવામાં આવતા હોય છે.આરબીઆઇએ સહકારી બેંકમાં નિયમોના ઉલાળિયા થતા અટકાવવા શખ્ત પગલાં ભરી રહી છે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અરવલ્લી જીલ્લાની અગ્રણી સહકારી બેંક ધી સર્વોદય સહકારી બેંક.લીને 6 લાખ પેનલ્ટી આપી છે જેમાં આત્મનિર્ભર લોનમાં નિયમનું ઉલ્લઘંન થતા 2.50 લાખ અને બેંકમાં ખાતામાં વ્યાજ ચુકવવામાં ચૂક થતા 3.50 લાખનો દંડ ફટકારતા સહકારી બેંકના સત્તાધીશો ચોંકી ઉઠ્યા છે

Advertisement

મોડાસા શહેરની ધી સર્વોદય સહકારી બેંક.લી.ને આરબીઆઇ દ્વારા 6 લાખની પેનલ્ટી કરવામાં આવી છે જેમાં બે બેંક ડિરેક્ટર્સ સગા સબંધીએ આત્મનિર્ભર લોન અને લોનમાં જામીન થતા બેંકના નિયમનો ભંગ થતા 2.50 લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો બેંકના ડિરેક્ટર અ.કાદર. એચ.ખાલક અને ઇકબાલહુસેન.જી.ઉપાદે પેલન્ટી રકમ ભરપાઈ કરવાની જવાબદારી સંમતિ આપવાની સાથે નૈતિક ધોરણે રાજીનામુ ધરી દીધું હતું તેમજ આરબીઆઈના નિયમ અનુસાર બેંકમાં પાકતી તારીખ પછી થાપણ ના નોમિનલ વ્યાજ ચૂકવવા અને ઇન્ટરબેંક ડીપોઝીટમાં નિયમનું ઉલ્લઘન થતા બોર્ડ ઓફ ડિરેક્ટરે જવાબદાર બેંક સ્ટાફ ઓફિસરની જવાબદારી નક્કી કરી તેમના પગાર માંથી 3.50 લાખ કપાત કરવાનો ઠરાવ પસાર કર્યો છે મોડાસા શહેરની અગ્રણી સહકારી ધી સર્વોદય સહકારી બેંકની કામગીરી સામે આરબીઆઈએ લાલ આંખ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!