માલપુર તાલુકાના કિસાન સંઘ ના પ્રમુખ પટેલ વાલાભાઈ કોહ્યાભાઈ નું ગત રોજ બાઈક લઈને મોડાસા થી પરત સાંજે ૫.૩૦ કલાકે જાલમપુર ગામે જતાં મોડાસા સહયોગ ચાર રસ્તા પર અચાનક બ્લડ.પ્રેશર વધી જતાં બાઈક લઈ ને ડીવાઈડર પર પડતા લોહીુહાણ થઈ ગયા આસપાસ માંથી લોકો દોડી આવતા ૧૦૮ બોલાવી યુનિટી હોસ્પિટલ માં સારવાર દરમિયાન રાત્રે દસ કલાકે દુઃખદ નિધન થયું
તેમના દુઃખદ અવસાન ના સમાચાર મળતાં.કિસાનો માં શોક નું મોજું ફેલાયું હતું તેમજ માલપુર.તાલુકા લેઉવા પાટીદાર સમાજ તથા મોડાસા લેઉવા પાટીદાર સમાજ માં પણ શોક નું વાતાવરણ છવાયું વાલાભાઈ આરોગ્ય.વિભાગ માંથી નિવૃતિ બાદ સમાજસેવા અને ખેડૂતો ના પ્રશ્ર્નો માટે કિસાન સંઘ દ્વારા લડત લડતા હતા