મોરવા હડફ
મોરવા હડફ તાલુકા અગરવાડા પ્રાથમિક શાળાની જાગૃત યુવા સંગઠના હોદ્દેદારોએ મુલાકાત લઈને બાળકોને શૈક્ષણિક વસ્તુઓ આપવામા આવી હતી, સંગઠનના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચૌહાણ,ઉપાધ્યક્ષ વિશાલસિંહ રાઠોડ, મહામંત્રી રવીન્દ્રસિંહ ચાવડા, સંગઠન મંત્રી કિરણસિંહ પગી, કારોબારી સભ્ય કીરીટભાઈ બારીઆ, કોરોબારી સભ્ય ભુપેન્દ્રસિંહ પગી, ખજાનચી અરવિંદસિંહ ખાંટ, જાગૃત યુવા જીલ્લા પ્રમુખશ્રી ભવનસિંહ, મોરવા હડફ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ, આગરવાડા મુખ્ય પ્રાથમિક શાળા ની મુલાકાત લઈ, 13 જેટલા અનાથ બાળકો ને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત અને જાગૃતિ લાલવવા માટે, શૈક્ષણિક વસ્તુ જેવી કે બેગ, બોલપેન, નોટબુક નું વિતરણ કર્યું, જેનાથી અન્ય લોકો ને પણ સેવાની ભાવના ઉજાગર થાય, હમેશાં જરૂરીયાત મંદ ને મદદ કરો, મદદ ની ભાવના કાયમ રહે તેવા સંદેશો આપ્યો હતો