. પહેલી ઑક્ટોબર-2023 ના રોજ તિરૂપતિ નેચરલ પાર્ક-વિસનગર ખાતે ઉત્તર ગુજરાત ઝોનના જીવવિજ્ઞાન શિક્ષકોનું ‘મિલનોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત સ્નેહ મિલન યોજાયુ હતું. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લાના 125 જેટલા બાયોલોજી શિક્ષકોએ તથા તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષકો ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ મિસ્ત્રી અને રાજનભાઈ વ્યાસ નું અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર જીવવિજ્ઞાન શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ.ગુજરાત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક નું પારિતોષિક મેળવનાર પ્રાંતિજના શિક્ષક નમ્હેશ પટેલ, આચાર્ય તરીકે બઢતી મેળવનાર એજાજ હુસેન સૈયદ , રાજેન્દ્ર પટેલ, નિલેષ પટેલ, મહેશ ત્રાજીયા. વર્ગ -2 માં બઢતી મેળવનાર ડૉ. પ્રશાંત દેસાઇ, ડો.અરવિંદ પ્રજાપતિ, ડો.કિરણ પટેલ, કામીની પટેલ. પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરનાર ડો. હનીફ દાદુ, ડો. મહેશ પટેલ ,ડો. કમલ ચૌધરી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના જિલ્લા મંત્રી અને પ્રાંત ઉપાધ્યક્ષ પંકજ મહેતા તેમજ સ્ટેટ રિસોર્સ ગૃપમાં પસંદગી પામેલ શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ‘પ્રકૃતિના સંવર્ધનમાં જીવવિજ્ઞાન શિક્ષકોનો ફાળો’ આ વિષય ઉપર વિચાર ગોષ્ઠી અને શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં સૌ શિક્ષકો જોડાયા હતા.