સાઠંબા નગરના અનેક વણિક પરિવારો નગર છોડીને કામ ધંધાર્થે અન્ય મોટા નગરોમાં જઈને વસી ગયા પરંતુ તેમના હૃદયમાં આજે પણ વતન પ્રેમ યથાવત છે.
સાઠંબા નગર માટે કોઈપણ વિકાસનું કામ હોય કે નગરના વિદ્યાર્થીઓને કોઈપણ જરૂરિયાત હોય પરંતુ સાઠંબાના મુળ વતની એવા વણિક પરિવારો હંમેશા નગરની મદદ માટે અગ્રેસર રહ્યા છે.
મૂળ સાઠંબા નગરના વતની એવા કોદરલાલ કસ્તુરચંદ શાહ પરિવારે શ્રીમતી પુષ્પાબેન શાંતિલાલ શાહના સ્મરણાર્થે સાઠંબા નગરમાં આવેલી એકમાત્ર વટવૃક્ષ સમી શૈક્ષણિક સંસ્થા સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર સંચાલિત સાઠંબા હાઇસ્કુલને પાંચ કોમ્પ્યુટરની ભેટ આપી વિદ્યાર્થીઓના અભ્યાસમાં સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થઈ ઉમદા કાર્ય કર્યું છે.
આ ઉમદા કાર્ય બદલ સાઠંબા ગ્રુપ વિકાસ મંડળના પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારો તથા શાળાના આચાર્ય અને શાળા પરિવારે ખુબ ખુબ આભાર માન્યો હતો