અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ ICICI બેંકના ATM ચેમ્બર માંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા ભારે અફડાતફડી મચી હતી મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ સ્થળ પર પહોંચી આગ વિકરાળ સ્વરૂપ ધરાણ કરે તે પહેલા કાબુમાં લીધી હતી એટીએમ મશીન અને રોકડ રકમ સલામત રહેતા બેંક કર્મીઓ એ રાહતનો શ્વાસ લીધો હતો એટીએમ ચેમ્બરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
મોડાસા શહેરના માલપુર રોડ પર આઈટીઆઈ સામે આવેલ ICICI બેંકના એટીએમમાંથી બુધવારે રાત્રે અચાનક ધુમાડાના ગોટેગોટા બહાર આવતા નજીકમાં રહેતા ધંધાર્થીઓ અને રાહદારીઓના ટોળેટોળા ઉમટ્યા હતા એટીએમ મશીનની ચેમ્બરમાં આગની ઘટનાની જાણ મોડાસા નગર પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી એટીએમ પાછળ રહેલ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાની સંભાવના દેખાઈ રહી છે માલપુર રોડ પર શ્યામ નગર સોસાયટી નજીક ફાયર બ્રિગેડના એલાર્મની ગુંજથી સોસાયટીમાં રહેતા રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા